મુંબઇ,
બોલિવૂડ બાદ હોલીવુડમાં પણ પોતાના અભિનયથી તમામને પ્રભાવિત કરનાર અભિનેત્રી પ્રિયંકા ચોપડા હાલ નિક જોનસ સાથે પોતાના લગ્નના અહેવાલોને લઈ ચર્ચામાં છે. આ બન્નેના લગ્ન 2 ડિસેમ્બરે યોજાવાના છે.
સુત્રોના જણાવ્યા મુજબ, પ્રિયંકા અને નિકના લગ્ન જાધપુરના ઉમેદ ભવન પેલેસમાં યોજાવાના છે. આ માટે તમામ તૈયારીઓ નવેમ્બરના અંતિમ સપ્તાહમાં શરુ કરી દેવામાં આવશે. માનવામાં આવી રહ્યુ છે કે, પ્રિયંકા અને નિકના લગ્ન બે વખત યોજાશે.
આ લગ્ન સમારોહમાં પ્રિયંકા ચોપડા બ્રાઈડલ ડ્રેસ પહેરશે, જે લાલ કલરની હશે. તો નીક જાનસનુ આઉટફીટ હાથીના દાંતની ડિઝાઈનની હશે. જ્યારે પ્રિયંકા ક્રિશ્ચિયન વેડિંગ સેરેમની માટે રાલ્ફ લોરેનની ડિઝાઈનર આઉટફિટ પહેરશે.