મુંબઈ,
એકટર અને કથક ગુરુ વીરૂ કૃષ્ણનનું શનિવારે મોડી રાત્રે નિધન થયું હતું. રાજા હિન્દુસ્તાનીમાં પોતાની અભિનયથી લોકોના દિલ જગ્યા બનાવનાર ગુરુ વીરુ કૃષ્ણનના મૃત્યુના સમાચાર સાંભળીને સમગ્ર બોલિવૂડમાં શોકનું મોજુ છવાય ગયું છે.
પ્રિયંકા ચોપડા, આથિયા શેટ્ટી સહિતના ઘણા સેલેબ્સે વીરુ કૃષ્ણનના મોતના સમાચાર સાંભળીને શોક વ્યક્ત કર્યો છે. તો બીજું બાજુ ફિલ્મ્સ ઈન્ડસ્ટ્રીના અન્ય લોકોએ પણ વીરુ કૃષ્ણનને શ્રદ્ધાંજલિ આપી હતી.
આપને જણાવી દઈએ કે ‘રાજા હિન્દુસ્તાની,’ ઇશ્ક અને ‘અકેલે હમ અકેલ તુમ’ જેવી ઘણી બોલિવૂડ ફિલ્મોમાં વીરુ કૃષ્ણગનન જબરદસ્ત અભિનય લોકોના દિલમાં જગ્યા બનાવી છે. આ ઉપરાંત તે કથકના ગુરુ પણ રહી ચૂક્યા છે. તાજેતરમાં જ બોલિવૂડ અભિનેત્રી કેટરીના કૈફે જ્યારે પ્રિય શિક્ષક વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે વીરુ કૃષ્ણસનનું નામ લીધું હતું.
આ સિવાય તેણે ખુલાસો પણ કર્યો હતો કે તેની બહેન ઇશાબેલ પણ વીરુ કૃષ્ણનન પાસેથી કથકની તાલીમ લઈ રહી છે. ટીવી અભિનેતા કરણવીર બોહરાએ પણ વિરુ કૃષ્ણનનની યાદમાં તેમના ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.