મુંબઇ
બોલિવૂડ એક્ટર નાના પાટેકર,નિર્દેશક વિકાસ બહલ અને લેખક ચેતન ભગત પછી હવે એક્ટર રજત કપૂર પર પણ મહિલા સાથે ખરાબ વર્તન કરવાના આરોપ લાગ્યા છે. એક મહિલા પત્રકારે આરોપ લગાવ્યો છે કે એક ઈન્ટરવ્યુ દરમિયાન રજત કપૂરે તેમના બોડીનું મેજરમેંટ એટલે કે માપ પૂછ્યું હતું.
જોવાની વાત એ છે કે પોતાના પર લાગેલ આ આરોપ માટે રજત કપૂરે ટ્વીટર દ્રારા માફી માંગી છે.
રજત કપૂરે લખ્યું કે મેં મારી આખી લાઈફ દરમિયાન કોશિશ કરી કે હું એક જેન્ટલમેન બની રહું અને એ જ કરું જે સારું છે. જો કે મારા કોઈ એક્શન અથવા શબ્દોથી કોઈને પણ તકલીફ થઇ છે તો હું એ માટે માફી માંગવા ઈચ્છું છું. હું ખુબ જ દુઃખી છું કે મારા કારણે કોઈને તકલીફ થઇ. મારા માટે કામથી વધારે કંઈ જ જરૂરી નથી અને છે તો એ છે એક સારા માણસ બનવું અને હું આના માટે બધારે કોશિશ કરીશ.
https://twitter.com/mrrajatkapoor/status/1048984606911938562
રજતના આ ટ્વીટ પર ટ્વીટર યુઝર્સના અલગ અલગ રિએક્શન આવી રહ્યા છે. કેટલાક લોકો તેમને નિર્દોષ સમજીને તેમની તરફેણ કરી રહ્યા છે. તો કેટલાક લોકો તેમના આ વ્યવહાર પર આંગળી ઉઠાવી રહ્યા છે. લક્ષ્ય મિત્તલ નામના એક યુઝરે લખ્યું કે તમારા પર ત્રણ મહિલાઓએ આરોપ લગાવ્યા છે અને કોણ જાણે બીજી કેટલી હશે. આ તમને એક સીરીયલ હેરેસર બનાવે છે.