મુંબઈ
અભિનેતા રાજકુમાર રાવે તેમની આગામી “મેડ ઇન ચાઈના”માં અભિનેત્રી મોની રોય અને બોમન ઇરાનીનું સ્વાગત કરતા જણાવ્યું કે, ફિલ્મ ‘મેડ ઇન ચાઇના’નું શૂટિંગ જબરદસ્ત થવાનું છે.
રાજકુમારએ ટ્વિટ કર્યું હતું કે, “મેડ ઇન ચાઇના” ફિલ્મ મોટી અને વધુ સારી બની ગઈ છે. મોની રોય અને બોમન ઈરાની સરનું સ્વાગત છે. આ સફર મજેદાર થવાનું છે.
આપને જણાવી દઈએ કે, ફિલ્મમાં મોની રાય રાજકુમાર રાવની પત્નીની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મનું નિર્દેશક ગુજરાતી નિર્દેશક મિખાઇલ મુસાલેના દ્રારા કરવામાં આવશે.
“મેડ ઇન ચાઈના”નું શૂટિંગ સપ્ટેમ્બર મહિનામાં કરવામાં આવશે. આ ફિલ્મનું શુટિંગ મુંબઈમાં શરૂ થશે અને તે પછી ગુજરાત અને ચીનમાં પણ શુટિંગ કરવામાં આવશે.