મુંબઇ,
અભિનેતા હૃતિક રોશનના પિતા અને ફિલ્મ નિર્માતા રાકેશ રોશનને કેન્સર ડિટેક્ટ થયું છે. અ હૃતિકે આ વિશે સોશિઅલ મીડિયા દ્વારા માહિતી આપી હતી. હૃતિક, પિતા કેન્સર વિશેની માહિતી શેર કરતા લખ્યું, “હું જેટલા પણ લોકોને જાણું છું તેમાંથી મારા પિતા સૌથી સ્ટ્રોન્ગ છે.”
માહિતી મુજબ, રાકેશ રોશનને થયેલ કેન્સર હજી પણ પ્રથમ તબક્કામાં છે અને સારવાર શરૂ કરવામાં આવી છે. સોશિઅલ મીડિયા પર તેમના પિતા સાથે ફોટા શેર કરતી વખતે હૃતિક રોશન લખ્યું છે, “આજે સવારે મેં મારા પિતાને મારી સાથે ફોટો પડવાનું કહ્યું. મને ખબર હતી કે તે ચોક્કસપણે સર્જરીના દિવસે પણ જીમમાં જરૂર જશે. તે સૌથી સ્ટ્રોન્ગ માણસ છે. તેમને થોડા અઠવાડિયા પહેલા ગળામાં અર્લી સ્ટેજ સ્કવેમસ સેલ કાર્સિનોમા ડિટેક્ટ થયું હતું, પરંતુ આજે તે રોગ સામે લડાય શરૂ કરતા પહેલા તેઓ સંપૂર્ણ રીતે ઉત્સાહિત જોવા નળી રહ્યા છે. એક પરિવાર તરીકે અમે તેમના જેવા લીડર મેળવીને પોતાને નસીબદાર માનીએ છીએ.
ઋતિક રોશનની આ ટ્વીટનો જવાબ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપ્યો હતો.પીએમ મોદીએ ટ્વીટ કરતાં જણાવ્યું કે રાકેશ રોશનજીની સારા સ્વાસ્થ માટે પ્રાર્થના કરૂ છું એ ફાઇટર છે અને તે હિમ્મતપુર્વક આ ચેલેન્જનો સામનો કરશે.
શું છે સ્કવેમસ સેલ કાર્સિનોમા..
સ્કવેમસ સેલ કાર્સિનોમા એક ચામડીનું કેન્સર છે. આ કેન્સર ત્વચાના બહારના લેયરમાં રહેલ સ્કવેમસ સેલમાં અનિયંત્રિત તરીકેથી વધવાનું કારણ હોય છે. સ્કવેમસ સેલ્સ આપડા શરીરના બહાર ત્વચા બનાવે છે તેનો પ્રભાવિત ભાગ રેડ પેચ, ખુલ્લા ઘાવ જેવા લાગે છે. આ ભાગોમાં ત્વચા સખત થઇ શકે છે અને તેનાથી બ્લડ જઈ શકે છે. જો તેની સારવાર ન થાય, તો તે જીવલેણ સાબિત થઈ શકે છે.