રણબીર કપૂર બોલિવૂડના મોસ્ટ ચાર્મિંગ એક્ટર્સ માના એક છે. ચોકલેટી લૂકસ સાથે સાથે રણબીરને શ્રેષ્ઠ અભિનય માટે પણ માનવામાં આવે છે. 8 વર્ષની ફિલ્મી કારકિર્દીમાં રણબીર કપૂરે સંજુ, એ દિલ હૈ મુશકિલ, તમાશા, જગ્ગા જાસો, બર્ફી, રોકસ્ટાર જેવી ઘણી ફિલ્મોમાં અભિનય કરીને પોતાનો ફેન ફોલોઇંગ તૈયાર કરી છે. જો કે રણબીર કપૂર પોતે સોશિયલ મીડિયા પર નથી, પરંતુ તેમના ઘણા ફેન પેજ બનેલા છે, જેના પર તેમના વિશે અપડેટ્સ આવતા રહે છે.
હાલમાં જ ઇન્ટરનેટ પર રણબીર કપૂરનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે નાના બાળકો સાથે સમય વિતાવતો જોવા મળી રહ્યો છે. વીડિયોમાં જોવા મળતા આ બાળકો કેન્સર પીડિત છે, જેની સાથે રણબીર કપૂર તેમને ક્રિસમસ પર મળવા ગયો હતો. તેમની વચ્ચે રણબીર કપૂરને જોઇને બાળકો ખૂબ ઉત્સાહિત થઈ ગયા અને સાથે ડાન્સ કરવા લાગ્યા. વીડિયોમાં તમે એ પણ જોઈ શકો છો કે રણબીર તેની ફિલ્મ જગ્ગા જાસુસના મિસ્ટેક ગીત પર બાળકો સાથે ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે. એટલું જ નહીં રણબીર બાળકોને ગિફ્ટ આપતા પણ જોવા મળી રહ્યો છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો આ વીડિયો ચાહકોને ખૂબ પસંદ આવી રહ્યો છે. યુઝર્સ સતત વિડિઓ પર ગ્રેટ રણબીર, આરકેનું દિલ સૌથી સારું છે, રણબીર અને બાળકો ખૂબ સુંદર લાગે છે… આવી અનેક કોમેન્ટ આવી રહી છે.
વર્કફ્રન્ટની વાત કરીએ તો રણબીર કપૂર ટૂંક સમયમાં ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં જોવા મળશે. આ ફિલ્મમાં તે આલિયા ભટ્ટની સાથે જોવા મળશે. આ ફિલ્મો જૂન 2020 માં રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન અને મૌની રોય પણ છે. આ સિવાય રણબીર કપૂર શમશેરામાં પણ જોવા મળશે. આ ફિલ્મમાં તેની સામે વાની કપૂર જોવા મળશે. આ ફિલ્મમાં રણબીર કપૂર એક ડાકુની ભૂમિકા ભજવશે. આ સાથે જ, રણબીર શ્રદ્ધા કપૂરની સાથે લવ રંજનની ફિલ્મમાં પણ જોવા મળશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન