મુંબઇ,
દિપીકા અને રણવીરના લગ્નનું કાઉન્ટ ડાઉન શરૂ થઇ ગયું છે અને હવે તો તેમના ચાહકો પણ આતુરતાથી રાહ જોઇ રહ્યાં છે. હવે લગ્નને માત્ર ચાર દિવસ બાકી છે ત્યારે રણવીર દિપીકા મોડી રાત્રે ઈટલી જોવા નીકળી ગયા હતા. દિપીકા અને રણવીર ઇટલી જવા નીકળ્યા ત્યારે એરપોર્ટ પર તેમની ઝલક જોવા ચાહકો ટોળે વળ્યા હતા.
ઇટલી જતા પહેલાં રણવીરે સફેદ કલરનો જોધપુરી પહેર્યો હતો,
દિપીકાએ પણ વ્હાઈટ ટર્ટલ નેક ટોપ અને વ્હાઈટ પેન્સિલ સ્કર્ટ પહેર્યા હતા. સાથે તેણે ન્યુડ પોઈન્ટેડ હીલ્સ પહેરી હતી. આ લૂકમાં દિપીકા ખુબજ સુંદર લાગતી હતી.
દિપીકા તેમના પરિવારજનો અને ગણ્યાગાંઠ્યા અંગત મિત્રોની હાજરીમાં ઈટાલીના લેક કોમોના વિલા ડેલ બાલબિયાનેલોમાં લગ્ન કરવા જઈ રહ્યા છે.
હવે લગ્નને માત્ર ચાર દિવસ બાકી છે ત્યારે રણવીર દિપીકા મોડી રાત્રે ઈટલી જોવા નીકળી ગયા હતા.
ફોટોગ્રાફરોની ક્લીક સાથે રણવીરે એકદમ હીરો જેવી એન્ટ્રી પાડી હતી અને ચાહકો સાથે હાથ મિલાવ્યા હતા.
દિપીકાએ બંધગળાનો વ્હાઈટ ડ્રેસ પહેર્યો હતો.ખૂબ સુંદર લાગતી હતી.ચાહકો અને મીડિયાની ભીડ વચ્ચે દિપીકા પોતાની ખુશી રોકી નહોતી શકતી.