મુંબઇ,
રણવીર સિંહની ફિલ્મ ‘સિમ્બા’ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી છે. આ ફિલ્મ નવા વર્ષ પર લોકોને મનોરંજક કરવાનું કામ સારી રીતે કરી રહી છે. ફિલ્મની કમાણી આ વાતનો પુરાવો છે કે મોટી સંખ્યામાં લોકો ફિલ્મ જોવા માટે સિનેમાઘરોમાં પહોંચ્યા છે. દરેક બાજુ એ રણવીરના અભિનયની પ્રશંસા થઈ રહી છે. તેમની પત્ની દીપિકા પણ ફિલ્મની સફળતાથી ખુશ છે. રણવિરે એક વીડીયો શેર કરી અને કહ્યું કે દીપિકા ચીયરલિડર છે.
રણવીરે ટ્વિટર પર એક વીડીયો શેર કર્યો છે, જેમાં દીપિકા ‘સિમ્બા’નો ડાયલોગ બોલ્ત્તા જોવા મળી રહી છે. દીપિકા વીડીયોમાં “આયા પોલિસ” કહીને ચીયર કરતા જોવા મળી રહી છે. સિમ્બા ફિલ્મ કપલ માટે ખાસ મહત્વ ધરાવે છે. લગ્ન પછી રણવીરની આ પહેલી ફિલ્મ છે અને આ ફિલ્મ પ્રેક્ષકોનો ખુબ જ પ્રેમ મળી રહ્યો છે.
‘સિમ્બા’ના રિલીઝ પહેલા દીપિકાએ ફિલ્મ વિશે વાત કરી હતી. તેણે કહ્યું કે મને ફિલ્મ ટ્રેલરનું ખૂબ જ ગમ્યું છે. રોહિત શેટ્ટી આવી ફિલ્મો બનાવવા માટે જાણીતી છે. ચેન્નઈ એક્સપ્રેસમાં તેમની સાથે કામ કરવાનું સારું રહ્યું હતું. મેં તેમની સાથે એક યાદગાર પાત્ર ભજવ્યું હતું. મને લાગે છે કે ‘સિમ્બા’ બ્લોકબસ્ટર સાબિત હશે.
બોક્સ ઓફિસ વિશે વાત કરીએ તતો આ ફિલ્મ બીજા અઠવાડિયાએ ઘણી કમાણી કરી રહી છે. ફિલ્મ અત્યાર સુધીમાં 225 કરોડ કમાઈ ચુકી છે. એવી ધારણા છે કે આ ફિલ્મ સપ્તાહના અંતે 250 કરોડના આંકડા સુધી પહોંચી જશે. ‘ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર’ અને ‘ઉરી સર્જિકલ સ્ટ્રાઈકની રિલીઝ થવાની હોવા છતાં પણ આવી અપેક્ષા રાખવામાં આવી રહી છે કે આ ફિલ્મ ત્રીજા સપ્તાહના અંતમાં આ રીતે કમાણી કરશે.