મુંબઈ
સંજય લીલા ભંસાલી લાંબા સમયથી કોશિશ કરી રહ્યા હતા કે, તેઓ સલમાન ખાનના સાથે અનેક પ્રોજેક્ટ કરે. પરંતુ આવુ કંઈ જ થઇ શક્યું નહીં. પણ હવે ચર્ચા કરવામાં આવી રહી છે કે, સલમાન ખાન ભંસાલીના પ્રોજેક્ટ ‘ઇન્શાઅલ્લાહ’માં કામ કરશે અને આ ફિલ્મમાં સલમાનની અપોજિટ દિપીકા પાદુકોણને કાસ્ટ કરવામાં આવી શકે છે.
મળતી માહિતી અનુસાર, ગયા મહિને ભંસાલીએ ફિલ્મનું નામ રજીસ્ટર કરાવ્યું છે. ફિલ્મ ડ્રાફ્ટ પૂર્ણ કરવા માટે ભંસાલી 6 થી 9 મહિના લેશે અને આ ફિલ્મનું શુટિંગ આવતા વર્ષે કરી શકે છે.
એક રિપોર્ટ અનુસાર, “ભંસાલી દિપીકા અને સલમાનને કાસ્ટ કરવા માંગે છે.” દિપીકા સાથે, ભંસાલીએ ત્રણ ફિલ્મો કરી છે. જેમાં દિપીકા મુખ્ય અભિનેત્રી તરીકે જોવા મળી છે. બધી ફિલ્મો બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી છે.
દિપીકા અને સલમાનની ઓનસ્ક્રીન જોડીને આજ સુધી નથી થઇ શકી. ઘણી વખત તેમના સાથે કામ કરવાની ચર્ચા કરવામાં આવી છે પરંતુ ક્યારે પણ થઇ શક્યું નહીં. ચાહકો માટે, દિપીકા-સલમાનની ઓનસ્ક્રીન જોડી જોવી એ કોઈ સરપ્રાઈઝથી ઓછું નહીં હોય.
સલમાનના વર્કફ્રંટ વિશે વાત કરવામાં આવે તો, હાલ સલમાન ફિલ્મ ‘ભારત’ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ પછી તે ‘દબંગ -3’ શૂટ કરશે. બીજી બાજુ, દિપીકા પાસે હાલમાં કોઈ પણ ફિલ્મ નથી. તેઓ આ વર્ષે રણવીર સિંહ સાથે લગ્નની ચર્ચામાં છવાયેલી છે.