મુંબઈ
બોલીવુડની સ્ટાર એક્ટ્રેસ રેખા અને બોલીવુડના બીગ બી અમિતાભ બચ્ચનની જોડીને તેમના ફ્રેન્સે ઘણી પસંદ આવી હતી અને આ જોડીને રિયલ લાઈફમાં પણ રોમાન્સની ચર્ચા કરવામાં આવતી હતી.પરંતુ બંનેના વચ્ચે આવેલી દૂરીના કારણે આ સિલસિલો ફિલ્મો પછી પણ એક બીજાથી સાથે ક્યારે ઓછો નથી થયો.
ક્યારે જો રેખા કે અમિતાભ એક બીજાની સામે પણ આવી જાય તો આ બંને રસ્તો બદલી દેતા હતા. પરંતુ લાંબા સમય પછી રેખા અમિતાભની અપકમિંગ ફિલ્મ ‘102 નોટ આઉટ’ની સ્ક્રિનિંગમાં આવી હતી.
તમને જણાવી દઈએ કે રેખા આટલા સમય બાદ અમિતાભની અપકમિંગ ફિલ્મ ‘102 નોટ આઉટ’ની સ્પેશ્યલ સ્ક્રિનિંગમાં આવી હતી અને રેખાએ બચ્ચનના અભિનયના ખૂબ જ વખાણ કર્યા હતા.
મળતી માહિતી પ્રમાણે રેખાની પ્રતિક્રિયા જોયને બધા જ હેરાન થઇ ગયા હતા અને જાણવા મળ્યું હતું કે રેખા સ્પેશ્યલ અમિતાભના કારણે જ આવી હતી. ઘણી જગ્યાએ રેખા અમિતાભના દીકરા અભિષેક અને વહુ એશ્વર્યાને મળતા જોવા મળી છે. તો બીજી બાજુ જયા બચ્ચન પોતાની ફિલિંગ ક્યારે નથી છુપાવી શકતી અને તેના ચહેરા પર નારાજગી જોવા મળી જાય છે.
જો ફિલ્મની વાત કરવામાં આવે તો આ ફિલ્મમાં ઓલ્ડ થયેલા પિતા-પુત્ર પર આધારિત સ્ટોરી છે અને આ ફિલ્મ 4 મેના રોજ રિલીઝ કરવામાં આવશે.
.