અક્ષય કુમાર સાથે સૂર્યવંશી ફિલ્મ બનાવ્યા બાદ ડિરેક્ટર રોહિત શેટ્ટી તેની હિટ ફ્રેન્ચાઇઝી ગોલમાલ પર કામ કરવા જઈ રહ્યા છે. અહેવાલ છે કે રોહિત અજય દેવગન સાથે મળીને ગોલમાલ 5 ફિલ્મ બનાવવાની તૈયારી કરી રહ્યા છે. આપણે બધા જાણીએ છીએ કે ગોલમાલ અગેઇન એક હોરર કોમેડી ફિલ્મ હતી અને હવે નિર્માતાઓએ તેનો પાંચમો ભાગ બનાવવાનું નક્કી કર્યું છે.
એક અહેવાલના જણાવ્યા અનુસાર આ ફિલ્મ એક નવી અને રસપ્રદ વાર્તા પર આધારિત હશે. આ ફિલ્મનું શૂટિંગ આવતા વર્ષે થશે. અજય દેવગને કહ્યું, ‘હું અને રોહિત ગોલમાલની આગામી ફિલ્મ બનાવવાના છીએ કારણ કે મેં કહ્યું તેમ, તે મસ્તીથી ભરેલી છે અને મારી પ્રિય શ્રેણી છે.’
આ ફિલ્મમાં અજય દેવગણ ઉપરાંત અરશદ વારસી, કૃણાલ ખેમુ, તુષાર કપૂર, શ્રેયસ તલપડે અને અન્ય કલાકારો તેમની ભૂમિકાને ફરીથી રજૂ કરવા જઇ રહ્યા છે. પરંતુ આ વખતે ખાસ રહેશે કે ફિલ્મમાં નવા પાત્રોની એન્ટ્રી પણ થઈ શકે.
ગોલમાલ 5 માં લીડ હિરોઇન કોણ હશે?
આ ફિલ્મની ફીમેલ લીડ વિશે વાત કરવામાં આવે તો સમાચાર છે કે આ ફિલ્મની હિરોઇન આવતા વર્ષે જ જોવા મળશે. બીજા એક અહેવાલ મુજબ રોહિત શેટ્ટી સિમ્બા અને સૂર્યવંશી કર્યા પછી કોપ ડ્રામા ફિલ્મોમાંથી બ્રેક લેવા માંગતા હતા અને તેથી તે ગોલમાલ પરત ફરી રહ્યા છે. હાલમાં રોહિત સૂર્યવંશી માટે શૂટિંગ કરી રહ્યા છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર અને કેટરિના કૈફ મુખ્ય ભૂમિકામાં છે અને 2020 માં રિલીઝ થશે.
અજય દેવગન વિશે વાત કરવામાં આવે તો તે તનાજી: ધ અનસંગ વોરિયર ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે કાજોલ અને સૈફ અલી ખાન છે. આ ફિલ્મ 10 જાન્યુઆરી 2020 ના રોજ રીલિઝ થશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.