મુંબઇ,
બોલિવૂડના સફળ નિર્દેશકોમાના એક રોહિત શેટ્ટીને કોપ ડ્રામા ફિલ્મો બનાવવાના એક્સપર્ટ માનવામાં આવે છે. તેમની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘સિમ્બા’એ બોક્સ ઓફિસ પર જબરદસ્ત કમાણી કરી છે. રોહિતે તેમની આ મૂવીના ગીતમાં તેમની આવનારી ફિલ્મોનો હિંટ પણ આપી હતી.
તેમની એક ફિલ્મ સૂર્યવંશી હતી. આ મુવીમાં લીડ રોલમાં અક્ષય કુમાર એન્ટિ ટેરરિસ્ટ સ્કોડના પ્રમુખની ભૂમિકા ભજવશે. છેલ્લા કેટલાક દિવસોથી, આ ફિલ્મ વિશે કેટલીક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. હવે રોહિત શેટ્ટીએ તેના સોશિઅલ મીડિયા એકાઉન્ટ પર એક તસ્વીર શેર કરી છે.
આ તસ્વીરમાં, રોહિત તેના ક્રૂ સાથે જોવા મળી રહ્યા છે. રોહિતે આ તસ્વીર સાથે કેપ્શન લખ્યું-મિશન સૂર્યવંશી ગોવા રૂટ પર,આ વાતથી એ સ્પષ્ટ છે કે રોહિતે આ ફિલ્મની શૂટિંગ શરૂ કરી દીધું છે અને તેમણે ગોવામાં શૂટિંગમાં પ્રથમ શેડ્યૂલ રાખ્યો છે.
ફિલ્મ ‘સૂર્યવંશી’માં રોહિત શેટ્ટીની ફિલ્મની સિમ્બા અને સિંઘમ એટલે કે રણવીર સિંહ અને અજય દેવગન પણ કેમિયો કરતા જોવા મળવાના છે. રોહિત શેટ્ટી તેમની પહેલાની ફિલ્મોની જેમ જ આ ફિલ્મમાં પણ ખૂબ જબરદસ્ત ઍક્શન સિક્વન્સ નાખવાના છે.