મુંબઇ,
બોલિવુડના એન્ટરટેનર નંબર વન નિર્દેશક રોહિત શેટ્ટી, દબંગ સ્ટાર સલમાન ખાનને લઈને મૂવી બનાવી શકે છે. સિમ્બાની સફળતા પછી, રોહિત શેટ્ટી હવે અક્ષય કુમાર સાથે ફિલ્મ સૂર્યવંશી બનાવી રહ્યા છે.
કહેવામાં આવી રહ્યું છે કે રોહિત શેટ્ટી અને સાજિદ નડિયાદવાલા ઘણીવાર સલમાન ખાનને લઈને ફિલ્મ બનાવવા અને ફિલ્મ કન્ટેન્ટ પર વિચાર કરવા પર મળી ચુક્યા છે.બંનેએ જે વિચારો વિશે વાત કરી છે તેમાંથી કિક ફિલ્મમાં દેવી લાલ સિંહ (ડેવિલ) ની ભૂમિકા તેમના દિમાગમાં ચાલી રહ્યો છે. ફિલ્મમાં, સલમાનનું પાત્રલા ખાકી વર્દીમાં બતાવવામાં આવ્યું હતું. જો આ આઈડિયા પ્લાન પ્રમાણે ચાલે તો સલમાન રોહિતની ફિલ્મમાં પોલીસમેનની ભૂમિકામાં દેખાઈ શકે છે. વર્ષ 2010 માં ફિલ્મ દબંગ રિલિઝ થઇ હતી.
મૂવીમાં , સલમાનને પોલીસના અવતારમાં દરેકના દિલને જીતી લીધા હતા. તેનો બીજો ભાગ પણ સફળ રહ્યો હતો. સલમાન ખાન હાલમાં અલી અબ્બાસ ઝફર દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘ભારત’ના શૂટિંગ કરી રહ્યા છે. આ પછી તે દબંગ 3 શૂટ કરશે. 2019 ના અંતે, રોહિત શેટ્ટી સાથે, સલમાન આ નવા પ્રોજેક્ટ પર કામ શરૂ કરી શકે છે.
સુત્રોના જણાવ્યા મુજબ આ ફિલ્મ એક્શનથી ભરેલી હશે. આપને જાણવી દઈએ કે સલમાન ખાન આજકાલ ફિલ્મ ‘ભારત’માં વ્યસ્ત છે. આ ફિલ્મ ઇદ પર રિલીઝ કરવામાં આવશે અને આ પછી, તે તેની ખૂબ અપેક્ષિત ફિલ્મો દબંગ 3 પૂર્ણ કરવા ગલી જશે. રોહિત શેટ્ટી પણ અક્ષય સાથે ‘સૂર્યવંશી’નું શૂટિંગ કરી રહ્યા છે, જે આ વર્ષના અંત સુધીમાં રિલીઝ થશે. આ બંને પ્રોજેક્ટ્સ પૂર્ણ કર્યા પછી, સલમાન અને રોહિત શેટ્ટી ફિલ્મ પર કામ શરૂ કરશે.