મુંબઇ,
અક્ષય કુમાર ફિલ્મમેકર રોહિત શેટ્ટીની સાથે પહેલી વખત ફિલ્મ કરવા જઈ રહ્યો છે. એક્શનથી ભરપૂર ‘સૂર્યવંશી’ નામની આ ફિલ્મમાં એટીએસ (એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ)ના ઓફિસરનો રોલ પ્લે કરતો અક્ષયકુમાર જોવા મળશે.
રોહિત શેટ્ટી અને અક્ષયકુમાર એમ બે એક્શન કિંગ પહેલીવાર ભેગા થવાને કારણે તેમના ફેન્સ એક ધમાકેદાર ફિલ્મની અપેક્ષા રાખી રહ્યાં છે.

આ પહેલાં ફેન્સને રોહિતની રિસન્ટલી રિલીઝ થયેલી ફિલ્મ ‘સિમ્બા’માં આ આગામી ફિલ્મમાંથી અક્ષયના કૅરૅક્ટરની એક ઝલક જોવા મળી હતી.
હવે આ ફિલ્મની સાથે જોડાયેલા એક સોર્સે કહ્યું હતું કે, અક્ષય તેની ફિલ્મ્સ ‘મિશન મંગલ’ અને ‘ગુડ ન્યૂઝ’ માટેનું શૂટિંગ કમ્પ્લીટ કર્યા બાદ એપ્રિલમાં તેની આ સુપરકોપ એક્શન-ડ્રામા માટે શૂટિંગ શરૂ કરશે. ‘સૂર્યવંશી’માં રણવીર સિંઘ અને અજય દેવગન કેમિયોમાં જોવા મળશે.
