મુંબઈ,
સલમાન ખાનના ચાહકો માટે એક સારા સમાચાર છે જેને સાંભળીને તમે પાગલ થઇ જશો.જી હા, સમાચાર નું માનવામાં આવે તો સલમાન ખાન ટૂંક સમયમાં જ લગ્ન કરશે અને જેના સાથે લગ્ન કરવાના છે એ બીજું કોઈન નહીં પણ કેટરિના કૈફ છે. તમે કંઈક વધારે વિચારો તે પહેલા, આપને જણાવી દઈએ કે આ લગ્ન રિયલ લાઇફમાં નથી પરંતુ રીલ લાઈફમાં થવાના છે. એવું છે કે સલમાન અને કેટરીના તેમની આગ્નારી ફિલ્મ ‘ભારત’માં વેડિંગ સિક્વેંસમાં લગ્ન કરતા જોવા મળશે.જેનું શૂટિંગ થોડા દિવસોમાં શરૂ થશે.
વેડિંગ લૂકના ફોટો પણ આવ્યા સામે…
મીડિયા અહેવાલો અનુસાર, સલમાન અને કેટરીના એક વેડિંગ સિક્વેંસ શૂટ કરવા જઈ રહ્યા છે. ફિલ્મમાં ઘણા બધા ગીતો છે, પરંતુ જે ગીતનું શૂટિંગ થવા જઈ રહ્યું છે તે એક વેડિંગ સોંગ છે જે આ બે કલાકારો સાથે શૂટ કરવામાં આવશે. જેને જોઇને ફેસ્ટિવલ ફિલ પણ આવશે. સેટને ફૂલોથી ડેકોરેટ કરવામાં આવ્યો છે. વેલ કેટરીનાની એક તસ્વીર પણ વાયરલ થઇ રહી છે. જેમાં તે બ્રાઈડલના લૂકમાં કોવા મળી રહી છે.
આપને જણાવી દઈએ કે ફિલ્મ ‘ભારત’નું ટીઝર લોકોને ખુબ જ પસંદ આવી રહ્યું છે. ફિલ્મનું નિર્દેશન અલી અબ્બાસ ઝફરે કર્યું છે. અતુલ અગ્નિહોત્રી ફિલ્મનું નિર્માણ કરી રહ્યા છે. ‘ભારત’ સલમાન ખાન અને કેટરીના કૈફ સિવાય જેકી શ્રોફ, સુનીલ ગ્રોવર અને દિશા પાટની પણ જોવા મળશે. આ ફિલ્મ 2019 માં ઈદ પર રિલીઝ કરવામાં આવશે.