Not Set/ ચાર હિટ બનાવનાર નિર્દેશક સાથે સલમાન ખાન કરશે પાંચમી ફિલ્મ

મુંબઇ, બોલિવૂડના સુપરસ્ટાર સલમાન ખાનને ફિલ્મોમાં હીરો તરીકે રજૂ કરનાર સૂરજ બડજાત્યા છે જેમણે ‘મેને પ્યાર કિયા’ બનાવી હતી. આ પછી, સલમાન ક્યારેય પણ પાછુ વળીને જોયું નથી અને સફળતાના શિખરો પર પહોંચી ગયા. સૂરજ અને સલમાને આ પછી ‘હમ આપકે હૈ કોણ’, ‘હમ સાથ સાથ હૈ’ અને ‘પ્રેમ રતન ઘન પાયો’માં સાથે કામ કર્યું […]

Uncategorized
jqq ચાર હિટ બનાવનાર નિર્દેશક સાથે સલમાન ખાન કરશે પાંચમી ફિલ્મ

મુંબઇ,

બોલિવૂડના સુપરસ્ટાર સલમાન ખાનને ફિલ્મોમાં હીરો તરીકે રજૂ કરનાર સૂરજ બડજાત્યા છે જેમણે ‘મેને પ્યાર કિયા’ બનાવી હતી. આ પછી, સલમાન ક્યારેય પણ પાછુ વળીને જોયું નથી અને સફળતાના શિખરો પર પહોંચી ગયા.

Image result for salman khan sooraj barjatya

સૂરજ અને સલમાને આ પછી ‘હમ આપકે હૈ કોણ’, ‘હમ સાથ સાથ હૈ’ અને ‘પ્રેમ રતન ઘન પાયો’માં સાથે કામ કર્યું છે અને આ તમામ ફિલ્મ સફળ રહી છે. હવે સલમાન અને સૂરજ પાંચમી ફિલ્મ સાથે કરવા જઈ રહ્યા છે.

Image result for salman khan sooraj barjatya

સૂરજનું કહેવું છે કે કે તેમણે સલમાનને એક સ્ટોરી આઈડિયા સંભળાવ્યો છે જે સલમાનને પસંદ આવ્યો છે. તેઓ તે જ સ્ટોરી આઈડિયા પર સ્ક્રિપ્ટ લખી રહ્યા છે.

Image result for salman khan sooraj barjatya

સૂરજનું કહેવું છે કે આમ પણ સલમાન હંમેશાં તેમના માટે કામ કરવા માટે તૈયાર જ રહે છે. સલમાન ખાનનું પણ કહેવું છે કે જ્યારે પણ સૂરજ કહેશે ત્યારે સેટ પર હાજર થઇ જઈશ.

Image result for salman khan sooraj barjatya

ચર્ચા એ છે કે સલમાનને લઈને સૂરજ એક્શન મૂવી બનાવશે, પરંતુ સૂરજનું કહેવું છે કે આ વાત ખોટી છે. તેઓ પારિવારિક ફિલ્મ બનાવશે અને આ તે જ રીતની ફિલ્મ હશે જેના માટે રાજશ્રી પ્રોડક્શન્સ જાણીતું છે. આમાં ભરપુર ઈમોશન અને ડ્રામા હશે.

Image result for salman khan sooraj barjatya

આપને જાણવી દઈએ કે આજકાલ સૂરજ તેમના પુત્ર અવનિશની પ્રથમ ફિલ્મ ‘હમ ચાર’ ની રિલીઝ માં વ્યસ્ત છે. અવનિશે આનું નિર્દેશન કર્યું છે. ફિલ્મની રિલીઝ પછી, સૂરજ તેની સ્ક્રિપ્ટને અંતિમ સ્વરૂપ આપશે.