બોલીવુડ અભિનેતા સલમાન ખાને પ્રભુ દેવાની આગામી ફિલ્મનું શૂટિંગ પણ શરૂ કરી દીધું છે. ‘સલમાન ખાન, દિશા પાટની અને જેકી શ્રોફની જોડી ‘ભારત’ બાદ હવે ‘રાધે’માં જોવા મળશે. આ ફિલ્મ 2020 માં ઇદ પર રિલીઝ થશે. રાધે માટે શૂટિંગ શરૂ કરવાની ઘોષણા કરતા સલમાન ખાને તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક તસવીર શેર કરી છે. તસવીરમાં સલમાન ખાનની સાથે ફિલ્મની મુખ્ય અભિનેત્રી દિશા પાટની, જેકી શ્રોફ, રણદીપ હૂડા, સોહેલ ખાન, અતુલ અગ્નિહોત્રી અને દિગ્દર્શક પ્રભુદેવા જોવા મળી રહ્યા છે. રણદીપ હૂડાએ સલમાન ખાન સાથે કિક અને સુલતાનમાં ભૂમિકા ભજવી હતી, અહેવાલ છે કે તે આ ફિલ્મમાં વિલનની ભૂમિકા નિભાવશે.
તસવીર શેર કરતા સલમાને લખ્યું, ‘ઓર યાત્રા શુરુ હોતી । । । # RadheEid2020 ‘
વોન્ટેડ અને દબંગ 3 પછી પ્રભુદેવ સાથે સલમાનની આ ત્રીજી ફિલ્મ હશે. સલમાન ખાનની દબંગ 3 20 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રીલીઝ થશે. સુપરસ્ટાર્સ જોરશોરથી ફિલ્મનું પ્રમોશન કરી રહ્યા છે. દબંગ 3 દરમિયાન સલમાને રાધેનો ફર્સ્ટ લૂક શેર કર્યો અને ફિલ્મની ઘોષણા કરી. સલમાને લખ્યું- તમે પૂછ્યું હતું, દબંગ 3 પછી શું? ક્યારે અને ક્યાં? આ જવાબ છે-
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.