મુંબઈ
બોલિવૂડના સુપરસ્ટાર સલમાન ખાનના પ્રિય ડોગી માય લવ મૃત્યુ પામ્યો છે. તેમનો આ ડોગ પરિવારનો એક મહત્વનો સભ્ય તરીકે ગણાય છે.
સલમાન ખાન પોતાના પ્યારા ડોગ માય લવની મૃત્યુની માહિતી સોશિયલ મીડિયા દ્રારા આપી હતી અને પોતાનું દુઃખ વ્યક્ત કરતા લખ્યું કે મારો સૌથી સુંદર ડોગ ‘માય લવ’ આજે ચાલ્યા ગયો .. ભગવાન તેમના આત્માને શાંતિ આપે. સલમાને તેની સાથે તેમના ડોગીનો એક ફોટો પણ પોસ્ટ કર્યો છે.
સલમાન ને તેમના ડોગી સાથે એક અન્ય ફોટો પોસ્ટ કર્યો છે જેમાં તે માય લવને કિસ કરતા જોવા મળે છે અને સાથે જ તેમણે લખ્યું છે Kisses My Love।
સોશિયલ મીડિયા પર એક ફોટો શેર કરીને ડેઝી શાહે પણ માય લવના મૃત્યુ પર દુઃખ વ્યક્ત કર્યું છે અને લખ્યું છે કે તું તારા પંજાનું નિશાન મારા હૃદય પર છોડી ગયો છે.. માય લવ, તને ખૂબ યાદ કરીશ.
સલમાન ખાન એક ડોગ લવર છે અને તેઓ ઘણા જુદા જુદા બ્રીડના કૂતરાઓ પાળી રાખ્યા છે. સલમાનની પાસે બે બુલ મસ્ટિફ ડોગ’માયસન’ અને ‘માય લવ’ હતા. મેસનનું મૃત્યુ વર્ષ 2009 માં થયું હતું.