મુંબઈ
દિગ્દર્શક અલી અબ્બાસ ઝફરની ફિલ્મ ‘ભારત’ માટે હાલમાં માલ્ટા શૂટિંગ કરી રહેલ એક્ટર સલમાન ખાનને એક ન્યુ ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે જેમાં તેઓ સ્વિમિંગ પૂલમાં રિલેક્સ કરી રહ્યા છે. આ ફોટો સલમાનની બેકસાઈદથી લેવામાં આવ્યો છે અને ભાઈજાન શર્ટલેસમાં જોવા મળી રહ્યા છે. સલમાનના ચાહકો તેમને તેમની ફિલ્મોમાં શર્ટલેસ જોવા માટે બેતાબ હોય છે.
આ તસ્વીરના કેપ્શનમાં સલમાને લખ્યું કે, “પાની”. સોશિયલ મીડિયા પર સક્રિય રહેનાર સલમાન ખાન તેમના જીજાજી આયુષ શર્માની ફિલ્મ ‘લવરાત્રી’ને પ્રમોશનમાં લાગેલા રહે છે. તે પોતાની ફિલ્મ પર પણ ખુબ જ મહેનત કરી રહ્યા છે. ફિલ્મના શુટિંગ દરમિયાન સલમાન ઘણા બધા ફોટો ક્લિક કરી રહ્યાં છે.
તાજેતરમાં ફોર્બ્સ દ્રારા વિશ્વના સૌથી વધારે કમાણી કરનાર એક્ટર્સની લિસ્ટ જાહેર કરવામાં આવી છે. ટોપ 10ની વાત કરવામાં આવે તો સુપરસ્ટાર સલમાનન ખાન અને અક્ષય કુમારે આ લિસ્ટમાં પોતાની જગ્યા બનાવી છે.