મુંબઈ
સલમાન ખાનની ફિલ્મ ‘ભારત’નું શૂટિંગ માલ્ટામાં થઈ રહ્યું છે. જ્યાંથી સુપરસ્ટાર તેમની હાલનો ફોટો શેર કરી અને સાથે સાથે લોકોને સ્વચ્છ ભારતના માટે પ્રેરણા પણ આપી છે. આ તસ્વીરમાં, સલમાન જિમમાં જોવા મળે છે અને તેમણે લખ્યું છે – સ્વચ્છ ભારત તો હમ ફિટ .. હમ ફિટ તો, ફિર ઇન્ડિયા ફિટ. then u can do whatever u want to do man.. but don’t trouble your motherland..
આપને જણાવી દઈએ કે, સલમાન ખાન હંમેશાં તેમના ફિટનેશ અંગે ચર્ચામાં રહે છે. વર્ષોથી તે તેમની બોડીને લઈને કરોડોના આઈડલ રહ્યા છે. એ વાતમાં કોઈ જ શક નથી કે 52 વર્ષની ઉંમરે પણ સલમાન ખૂબ હેંડસમ દેખાય છે.
ફિલ્મ ‘ભારત’ વિશે વાત કરીએ તો, ફિલ્મના બીજા શેડ્યૂલનું શૂટિંગ માલ્ટામાં શરૂ કરવામાં આવ્યું છે. કેટરીના કૈફ, દિશા પાટની અને તબ્બુ ફિલ્મમાં સલમાન સાથે મુખ્ય પાત્રોમાં દેખાશે. આ ફિલ્મ વર્ષ 2019 ઇદ પર રિલીઝ કરવામાં આવશે. જો કે, હાલમાં સલમાન ખાન ઘણી બેક ટૂ બેક ફિલ્મોમાં વ્યસ્ત છે. આતો જોવામાં આવે તો સલમાન ખાન 2020 સુધી સંપૂર્ણપણે વ્યસ્ત છે.