બોલિવૂડની અભિનેત્રી સારા અલી ખાને તેનો એક નવો વીડિયો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે, જેમાં તે બોક્સિંગ કરતી જોવા મળી રહી છે. સારાએ તેનો વીડિયો શેર કર્યો છે જેમાં તે કિક બોક્સિંગ કરતી જોવા મળી રહી છે. વીડિયોના કેપ્શનમાં લખાયેલું છે કે,આ સપ્તાહહાંત છે અને આ સમય છે કંઈક અલગ રીતનો પંચનો.
બીજી તરફ કામની વાત કરવામાં આવે તો સારા છેલ્લે રણવીર સિંહની આપોજિટ ફિલ્મ ‘સિમ્બા’ માં જોવા મળી હતી. આ સાથે જ તેની બે ફિલ્મ ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છે.
અભિનેત્રીની આગામી ફિલ્મ ‘કુલી નં. 1 ‘વરૂણ ધવનની આપોજિટ જોવા મળશે, જે 1 મે 2020 ના રોજ રીલિઝ થશે. આ સાથે જ સારા કાર્તિક આર્યન સાથે ‘લવ આજ કલ 2’માં પણ જોવા મળશે, જેનું દિગ્દર્શન ઈમ્તિયાઝ અલી કરશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.