જ્હોન અબ્રાહમની આગામી ફિલ્મ ‘સત્યમેવ જયતે’ 15 ઓગસ્ટના રોજ રિલીઝ થઇ રહી છે. મૂવી ટ્રેલર થોડા દિવસો પહેલા રિલીઝ કરવામાં આવ્યું હતું. એક્શનથી ભરપુર આ ટ્રેલર દર્શકોને ખુબજ પસંદ આવ્યું છે. ટ્રેલર બાદ હવે ફિલ્મનો પ્રથમ સોંગ ‘દિલબર’ રિલીઝ કરવામાં આવ્યું છે. 1990ની હિટ ફિલ્મ ‘સિર્ફ તુમ’નું રિમેકમાં નોરા ફતેહી પોતાના શાનદાર ડાન્સ મુવ્સમાં જોવા મળી રહી છે.
આ સોંગને નેહા કક્કર, ધ્વની ભાનુશાલી અને ઇક્કાએ ગયું છે. આ ગીતના બોલ શબ્બીર અહમદ અને ઇક્કાએ લખ્યા છે મ્યુઝિક તનિષ્ક બાગચીએ આવ્યું છે. ઓરિજિનલ સોંગ ‘દિલબાર’ને અલકા યાગનિકએ ગયું છે.
ગીતમાં નોરા ફતેહીનું શાનદાર ડાન્સ જોવા મળી રહ્યો છે. તેણે બેલી ડાન્સ કર્યો છે. નોરા તેના ડાન્સિંગ સિકલ્સ માટે જાણીતી છે.
જુઓ વિડીયો