મુંબઈ
બોલીવુડની અભિનેત્રી શ્રદ્ધા કપૂર તાજેતરમાં તેની હોરર કોમેડી ફિલ્મ ‘સ્ત્રી’નું શૂટિંગ પૂરું કરીને પરત મુંબઈ આવી છે. શ્રદ્ધા મુંબઇ પાછી ફર્યા બાદ, તેને તેના વર્કઆઉટ્સ અને ફિટનેસ પર ધ્યાન આપી રહી છે.
આપને જણાવી દઈએ કે હાલમાં સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયો રહ્યો છે જેના કારણે તેના ખુબજ વખાણ થઇ રહ્યા છે જી હા શ્રદ્ધા કપૂરના આ વિડીયોના કારણે ઘણા વખાણ કરવામાં આવી રહ્યા છે.
આ વિડીયોમાં શ્રદ્ધા નાના બાળકો સાથે હાથ મિલાવી રહી છે અને ત્યારબાદ તે તેની કારમાં બેસવાની તૈયારીમાં હતી, અને જ્યારે એક વૃદ્ધ મહિલાએ રોડ પર જતા હતા અને શ્રદ્ધાને જોઇને તેઓ તેને હાથ જોડ્યા ત્યારે શ્રદ્ધાએ પણ આદરપૂર્વક હસતાં તે વૃદ્ધ મહિલા સાથે હાથ જોડાયા હતા. આ વિડીયો જોઈ શ્રદ્ધાના ફ્રેન્સે શ્રદ્ધાના ખુબજ વખાણ કર્યા છે.
જણાવી એ કે શ્રદ્ધાના ફ્રેન્સે શ્રદ્ધાની પ્રશંસા કરતા જણાવ્યું કે આ હોય છે સંસ્કાર તો બીજા યુઝર્સેએ કહ્યું કે શ્રદ્ધા કપૂર દયાળુ છે.