રોમાંસના બાદશાહ શાહરૂખ ખાન અને ફિલ્મ નિર્માતા યશ ચોપરાની જોડી ખૂબ જ જૂની છે. બંનેએ ઘણી ફિલ્મોમાં સાથે કામ પણ કર્યું છે. યશ ચોપરા અને શાહરૂખ ખાનની મોટાભાગની ફિલ્મો હિટ રહી છે. આજે પણ ચાહકો શાહરૂખ ખાન અને યશ ચોપરાનું જાદુને મિસ કરી રહ્યા છે. શાહરૂખ ખાન આ દિવસોમાં પરિવાર સાથે વેકેશન મનાવવા પેરિસ ગયા છે અને ચાહકો માટે ફોટા અને વીડિયો શેર કરી રહ્યો છે. તાજેતરમાં શાહરૂખ ખાન એક વ્યક્તિને મળ્યા હતા. તેમને મળ્યા બાદ તેમને યશ ચોપરાની યાદ આવી.
શાહરૂખ ખાન પેરિસમાં એક સ્ટ્રીટ સિંગરને મળ્યા જે જે તેમનું પ્રખ્યાત ગીત ‘તુજે દેખ તો યે જાન સનમ’ ગુનગુનાવી રહ્યો હતો. શાહરૂખ ખાને યશ ચોપરાના માત્ર ગીત ગુનગુનાવાના કારણે નહીં પરંતુ તે વ્યક્તિની કેપ જોઈને યાદ આવી. શાહરૂખ ખાને આ વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.
શાહરૂખ ખાને વીડિયો શેર કરતાં લખ્યું કે – યશજીને અચાનક યાદ આવી ગઈ. કદાચ સિંગરની કેપ જોયા પછી.
આપને જણાવી દઈએ કે શાહરૂખ ખાન અને યશ ચોપરાએ છેલ્લે ફિલ્મ ‘જબ તક હૈ જાન’ માં કામ કર્યું હતું. આ ફિલ્મમાં શાહરૂખની અપોજિટ કેટરિના કૈફ અને અનુષ્કા શર્મા જોવા મળી હતી. યશ ચોપરાના અવસાન બાદ આ ફિલ્મ રીલીઝ કરવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.