મુંબઇ,
એક્ટર શાહિદ કપૂર ખુબ જ જલ્દી સાઉથની હીટ ફિલ્મ ‘અર્જુન રેડ્ડી’ની હિન્દી રીમેક ‘કબીર સિંહ’ માં જોવા મળે છે. શાહિદ આ ફિલ્મનો અમુક ભાગ ઓલરેડી શૂટ કરી ચુક્યા છે અને હવે ફિલ્મનું શૂટિંગ પાછું ન્યૂ યર બ્રેક પછી 3 જાન્યુઆરીથી શરૂ થશે. આ ફિલ્મનું આગળનું શેડ્યુલ દિલ્હીમાં શૂટિંગ કરવાનું છે, જેમાં ટીમ 37 વર્ષના એક્ટરના કોલેજ વાળા ભાગને શૂટ કરશે.
એક અહેવાલ મુજબ, દિલ્હીમાં શૂટિંગ દરમિયાન 8 અલગ-અલગ કોલેજોમાં શૂટિંગ કરવામાં આવશે. આ પ્રોજેકટથી સંબંધિત એક સૂત્રનું માનવામાં આવે તો શાહિદ દિલ્હીમાં 25 દિવસોના શેડ્યૂલ પર રહેશે જ્યાં લીડ એક્ટ્રેસ કિયારા અડવાણીના સાથે શૂટિંગ કરશે.
આ ફિલ્મ માટે તેઓ તેમના લૂકને પણ બદલ્યો છે, જેમાં આછી દાઢી સાથે તેઓ જોવા મળશે. જે 8 કોલેજોને આ શેડ્યૂલ માટે બુક કરવામાં આવી છે તેમાંની એકનો ઉપયોગ ફિલ્મના ફૂટબોલ વાળા ભાગનું શૂટિંગ કરવામાં આવશે. બીજી કોલેજનો ઉપયોગ ક્લાસરૂમ સીન માટે અને ત્રીજી કોલેજનો ઉપયોગ કેન્ટિન વાળા ભાગને બતાવા માટે કરવામાં આવશે. આ રીતે અલગ અલગ કોલેજોમાં અલગ અલગ ભાગનું શુટિંગ કરવામા આવશે.
આપને જણાવી દઈએ કે આ ફિલ્મની ખાસ વાતએ છે કે ઓરિજિનલ ફિલ્મનું નિર્દેશન કરનાર સંદીપ રેડ્ડી વાંગા આ હિન્દી રીમેકથી બોલિવૂડમાં ડેબ્યુ કરવા જઈ રહ્યા છે. દિલ્હી શેડ્યુલ પછી શાહિદ અને કિયારા જાન્યુઆરીના અંતમાં મસૂરી મતિ રવાના થશે. જ્યાં 5 દિવસના રોમેન્ટિક સોંગ શૂટનું શેડ્યુલ પહેલેથી જ નક્કી છે.