મુંબઇ,
બોલિવૂડના કિંગ ખાન એટલે કે શાહરુખ ખાનની લાડકી દીકરી સુહાના ખાન ઘણીવાર ચર્ચામાં આવતી રહે છે. સુહાના બોલિવૂડ ડેબ્યુ કર્યા પહેલે જ ઘણા લોકોના દિલમાં તેની જગ્યા બનાવી ચુકી છે. સુહાના આજકાલ વિદેશમાં તેનો અભ્યાસ પૂર્ણ કરી રહી છે. સુહાનાનું ફિલ્મી ડેબ્યુમાં હાલ ટાઈમ છે પરંતુ આ દરમિયાન તેણે એ વાતનો ખુલાસો કર્યો છે કે તે ક્યાં એક્ટરને ડેટ કરવા માંગે છે?
સુહાનાને ઇન્સ્ટાસગ્રામ ચૅટ સેશન દરમિયાન પૂછવામાં આવ્યું કે ક્યાં એક્ટરને તે ડેટ કરવા માંગે છે? તેના જવાબમાં સુહાનાએ સાઉથ કોરિયન પોપ સિંગર, એક્ટર, ગીતકાર અને મોડલ કિમ જુન મ્યોન (Kim Jun-myeon) ની તસ્વીર શેર કરતા લખ્યું, ‘આ’.
સુહાનાની જેમ કોરિયાની ઘણી છોકરીઓ કિમ જુન મ્યોનની દિવાની છે. તે સ્ટેજ પર્ફોર્મન્સ સુહો પછી ચર્ચામાં આવ્યા હતા. સુહાના આ સમયે લંડનમાં અભ્યાસ કરી રહી હતી.