Not Set/ DDLJએ એક જ થિયેટરમાં 1200 અઠવાડિયા પુરા કર્યા,જાણો શું કહ્યું શાહરૂખ-કાજોલે..

મુંબઇ, બોલિવુડ ફિલ્મ ‘દિલવાલે દુલ્હનિયા લે જાએગે’ને મરાઠા મંદિરમાં રિલીઝ થયાને 23 વર્ષ થઈ ગયા છે અને આ ફિલ્મે આ થિયેટરમાં 1200 અઠવાડિયા પુરા કરી લીધા છે. શાહરૂખ ખાન અને કાજોલની આ સ્ટારર ફિલ્મ વર્ષ 1995માં રિલીઝ કરવામાં આવી હતી. શાહરુખે બુધવારે ટ્વિટર પર લોકોએ આપેલાં આ પ્રેમ માટે બધા આભાર માન્યો હતો.શાહરુખે લખ્યું કે  23 વર્ષ […]

Trending Entertainment
jjq DDLJએ એક જ થિયેટરમાં 1200 અઠવાડિયા પુરા કર્યા,જાણો શું કહ્યું શાહરૂખ-કાજોલે..

મુંબઇ,

બોલિવુડ ફિલ્મ ‘દિલવાલે દુલ્હનિયા લે જાએગે’ને મરાઠા મંદિરમાં રિલીઝ થયાને 23 વર્ષ થઈ ગયા છે અને આ ફિલ્મે આ થિયેટરમાં 1200 અઠવાડિયા પુરા કરી લીધા છે. શાહરૂખ ખાન અને કાજોલની આ સ્ટારર ફિલ્મ વર્ષ 1995માં રિલીઝ કરવામાં આવી હતી.

શાહરુખે બુધવારે ટ્વિટર પર લોકોએ આપેલાં આ પ્રેમ માટે બધા આભાર માન્યો હતો.શાહરુખે લખ્યું કે  23 વર્ષ પહેલા શરૂ થયેલ આ ખાસ સફર આજે પણ ચાલુ છે. તમારો પ્રેમ તથા રાજ અને સિમરનના પ્રેમને મોટા પડદા પર સતત 1200 અઠવાડિયા સુધી જીવંત રાખવા માટે.આટલાં વર્ષોથી બીનશરતી  અમને પ્રેમ કરવા માટે આભાર. ‘ડીડીએલજે’ ના 23 વર્ષ …

https://twitter.com/iamsrk/status/1054802986709540864

 એક્ટ્રેસ કાજોલે પણ ટ્વિટ કરતાં લખ્યું છે કે 1200 અઠવાડિયા પૂર્ણ અને સફર હજી પણ ચાલુ છે. ‘ડીડીએલજે’ માટે ઘણા વર્ષો સુધી પ્રેમ આપવા માટે તમારા બધાનો આભાર. ‘ડીડીએલજે’ ઘણા … ઘણા વર્ષો માટે …. અમે બધા માટે તે જ હતી, તે છે અને હંમેશાં એક ખાસ ફિલ્મ રહેશે.

https://twitter.com/KajolAtUN/status/1053599242454028288

આદિત્ય ચોપડાના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં વર્ષ 2015માં 20 વર્ષ પૂરા થયા. મરાઠા મંદિરમાં ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગ’ નો છેલ્લો શો  19 ફેબ્રુઆરી 2015ના રોજ રજુ થવાનો હતો.પરંતું હજારો દર્શકોની ઇચ્ચા અને ફિલ્મ નિર્માતાઓના મનોમંથન બાદ ફિલ્મ પ્રોડ્યુસર યશરાજ ફિલ્મ્સ અને સિનેમાઘર સાથે મળીને ફિલ્મનું પ્રદર્શન ચાલુ રાખવાનું નક્કી કર્યું છે. હવે ફિલ્મમાં એક જ સિનેમાઘરમાં છે અને તેના  1200 અઠવાડિયા પૂર્ણ થાય છે.