ઉદયપુર,
મુકેશ અંબાણીની પુત્રી ઇશા અંબાણીની પ્રી-વેડિંગ ફંક્શન લેક સિટી ઉદયપુરમાં થઇ રહ્યું છે. આના માટે શનિવારે ઘણા બોલિવૂડ સ્ટાર પણ અહીં પહોંચ્યા. સલમાન ખાન, પ્રિયંકા ચોપરા, નિક જોનસ, જેકલીન ફર્નાન્ડીઝ, જહાનવી કપૂર સહિત કેટલાક સ્ટાર્સ એરપોર્ટ પર જોવા મળ્યા. શનિવારે શાહરુખ ખાનને પત્ની ગૌરી ખાન સાથે એરપોર્ટ પર જોવામાં આવ્યા હતા.
શાહરુખ ખાન અને ગૌરી ખાન ઇશા અંબાણીના પ્રી-વેડિંગ પાર્ટી માટે ઉદયપુર એરપોર્ટ પહોંચ્યા. અહિયાં તેમને જોવા માટે ચાહકોની ભીડ પહેલેથી લાગેલી હતી. ચાહકો તેમને જોવા માટે ખૂબ ઉત્સાહિત થઇ ગયા હતા. શાહરુખ અને ગૌરીને સલામતીથી એરપોર્ટ પરની બહાર લઇ જવામાં આવ્યા હતા.
દેશના સૌથી અમીર બિઝનેશમેન મુકેશ અંબાણીની પુત્રી ઇશા અંબાણીની પ્રિ-વેડિંગ ફંક્શન લેક સીટી ઉદયપુરમાં થઇ રહ્યું છે. આ પ્રસંગે હોટેલ ઓબરોય ઉદયવિલાસ રંગ-બેરંગી લાઇટ અને ફૂલોથી શણગારવામાં આવી છે.