મુંબઇ,
દિવાળીની શરૂઆત થઈ ગઇ છે અને દરેક લોકો દિવાળી માનવામાં વ્યસ્ત છે. બોલિવૂડ પણ આનાથી અલગ નથી. સ્ટાર્સ પણ એકબીજાના ઘરે જઈને શુભેચ્છા આપવાનું શરુ કર્યું છે તો બીજી બાજુ દોસ્તી સેલિબ્રેટ થઇ રહી છે. બોલિવૂડ ઍક્ટ્રેસ શિલ્પા શેટ્ટીએ એક ફોટો શેર કરી છે, જેમાં સલમાન ખાન તેમના મમ્મીને kiss કરી રહ્યા છે.
સલમાન ખાન અને શિલ્પા શેટ્ટીનો પરિવાર એકબીજાના ઘણા નજીક છે. બંને ખૂબ સારા મિત્રો છે. સલમાન ખાન તાજેતરમાં જ શિલ્પા શેટ્ટીની મમ્મીને kiss કરી અને શિલ્પા ને આ ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કરો છે. આ ફોટો સાથે શિલ્પાએ કેપ્શન લખ્યું છે. પિક્ચર ઓફ ધ નાઇટ અથવા મારે કહેવું જોઈએ પિક્ચર ઓફ ધ ડે. ખબર નથી કે સૂર્ય ક્યારે ઉગાડ્યો.
એક એવી તસ્વીર કે જે હજાર સ્ટોરીઓ કહે છે. તેના આગળ શિલ્પા લખ્યું છે- આ છે આપણી 25 વર્ષ, 5 દિવસ, 4 કલાક અને ત્રણ સેકન્ડની મિત્રતા. તેમણે કેપ્શન માં સલમાન ખાનને ટેગ કરતા લખ્યું છે કે સલમાન તમે એકલા સો ના બરાબર મિત્ર છો. આ કેપ્શન માટે તેઓ હેશટેગ ફ્રેંડ્સ ફોરએવર, અનંકંડીશનલ લવ, ઓલ્ડ ટાઇમ્સ સાથે પોસ્ટ કર્યું છે.
આપને જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા શિલ્પા શેટ્ટીએ સલમાન ખાન અને તેની મિત્રતા અંગે ઘણા રાજ ખોલ્યા હતા, તેમણે કહ્યું હતું કે ઘણીવાર સલમાન ખાન મોડી રાત્રે તેમના ઘરે આવતા હતા અને ઘણી વાર તેમના પિતા સાથે બેસીને ડ્રીંક પણ કરતા હતા.