મુંબઈ,
રણવીર સિંહની 28 ડિસેમ્બરે રિલીઝ થવાની ફિલ્મ ‘સિમ્બા’ની બધા જ રાહ જોઈઈ રહ્યા છે. આ ફિલ્મને રોહિત શેટ્ટી દ્રારા દિગ્દર્શિત કરવામાં આવી છે. આ ધમાકેદાર-મસાલેદાર ફિલ્મનો એક વીડીયો સામે આવ્યો છે અને વાયરલ થઈ રહ્યો છે.
રણવીર એક મઝેદાર પોલીસ ઇન્સપેક્ટરની ભૂમિકામાં છે. ફિલ્મમાં તેના સાથે સારા અલી ખાન પણ છે. ફિલ્મમાં એક્શન પણ જોરદાર છે. આનો એક નમૂનો રિલીઝ કર્યો છે રજૂઆતમાં વીડીયોમાં ફિલ્મના નિર્માતા કરણ જોહરે તાજેતરમાં જ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક વીડીયો શેર કર્યો છે.
આ વીડીયોમાં ફિલ્મ ‘સિમ્બા’ના સેટથી એક્શન સિક્વેંસ બતાવવામાં આવ્યો છે. જેમાં રણવીર સિંહના સાથે જ રોહિત શેટ્ટી પણ એક્શન કરતા નજરે પડી રહ્યા છે.
https://twitter.com/karanjohar/status/1054968798623744000
કરણે તેના એકાઉન્ટ પર વીડીયો શેર કરતા કેપ્શનમાં લખ્યું કે એક્શન મેન રોહિત શેટ્ટી અને ન્યુ પોલીસવાળો રણબીર સિંહ ‘સિમ્બા’ના રૂપમાં.
આપને જણાવી દઈએ કે આ વીડીયો પોસ્ટ થતાની સાથે જ વાયરલ થઇ રહ્યો છે. સૈફ અલી ખાનની પુત્રી સારા અલી ખાન આ પહેલી મુવી હશે. એટલા માટે લોકો ફિલ્મ જોવા માટે ઉત્સુક છે. સાથે જ ફિલ્મમાં રોહિત શેટ્ટીના ફેવરેટ એક્ટર અજય દેવગણ પણ કેમિયો રોલમાં હશે.