મુંબઈ
આદિત્ય નારાયણનો જન્મ 6 ઓગસ્ટ, 1987 ના રોજ મુંબઈમાં થયો હતો. આદિત્ય જાણીતા ગાયક ઉદિત નારાયણના પુત્ર છે. આદિત્ય નારાયણે ગાયન સાથે સાથે ફિલ્મોમાં પણ અભિનય કરી ચુક્યા છે. આજકાલ તેઓ ”ખતરો કે ખિલાડી”માં પાર્ટિસિપેટ કરી રહ્યા છે.
આદિત્યએ 8 વર્ષની વયે ‘રંગીલા’ ફિલ્મથી પોતાની કારકિર્દીની શરૂ કરી હતી. તેમણે ફિલ્મમાં એક્ટિંગ કરી અને સાથે સાથે આશા ભોસલે સાથે એક ગીત પણગાયું હતું.
આદિત્ય છેલ્લા કેટલાક વર્ષોથી ટેલિવિઝનની દુનિયામાં સક્રિય છે. તેઓ 2007 થી લોકપ્રિય સિંગિંગ રિયાલિટી શો ‘સારેગામાપા’ હોસ્ટ કરી રહ્યાં છે અને આ સિવાય તેમણે 2011 માં ‘એક્સ ફેક્ટર ઇન્ડિયા’ને પણ હોસ્ટ કર્યું હતું.
વર્ષ 1996 માં રિલીઝ થયેલ ફિલ્મ ‘માસૂમ’માં તેમના દ્વારા ગાવામાં આવેલ સોંગ ‘છોટા બચ્ચા જાન મુજકો… ખુબ જ પોપુલર થયું હતું. તે ગીતને લોકો આજે પણ ગુગગુનાવે છે. તેમણે ફિલ્મ ‘પરદેશ’માં અમરિશ પુરી અને શાહરૂખ ખાન સાથે ‘આઈ લવ માય ઇન્ડિયા’માં એક્ટ કરતા જોવા મળ્યા હતા.
આદિત્ય તાજેતરમાં એયરપોર્ટની બહાર એક માણસ સાથે ઝગડો કરતા જોવા મળિયા હતા ત્યારે બાદ તેમણે ચર્ચાનો વિષય બન્યા હતા. આજકાલ તેઓ ‘ખતરો કે ખિલાડી’ની ટીમમાં અર્જેન્ટીના સાથે સ્ટંટ કરી રહ્યા છે.