મુંબઇ,
છેલ્લા ઘણા સમયથી મુન્નાભાઈ સીરીઝની ત્રીજી ફિલ્મની રાહ જોવામાં આવી રહી છે. અહેવાલો અનુસાર, આ ફિલ્મ માટે સોનમ કપૂરને કાસ્ટ કરવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે સોનમની આવનારી ફિલ્મ ‘એક લડકી કો દેખા તો ઐસા’ના પ્રોડ્યુસર વિધુ વિનોદ ચોપરા ફિલ્મમાં સોનમ કપૂરની એક્ટિંગથી ઘણા પ્રભાવિત થયા છે અને તેથી તેમણે મુવી ‘મુન્નાભાઈ 3’માં સોનમને કાસ્ટ કરી છે.
આપને જણાવી દઈએ કે સોનમ કપૂર આજકાલ તેની આગામી ફિલ્મ ‘એક લડકી કો દેખા તો ઐસા’ના પ્રોમોશનમાં વ્યસ્ત છે. જ્યારે તેને આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેને કહ્યું કે ‘મુન્નાભાઈ 3’ વિશે આવા ન્યુઝ બકવાસ છે. જોકે તેને કહ્યું કે તે આ ફિલ્મમાં કામ કરવાનું પસંદ કરશે પણ તેની એક શર્ત પણ રાખી છે.
સોનમ કપૂરે જણાવ્યું કે તે ‘મુન્નાભાઈ’ની સીરીઝમાં કામ કરવાનું પસંદ કરશે પણ ફિલ્મનું નામ ‘મુન્ની બહેન’ હોવું જોઈએ. આ દરમિયાન આપને જણાવી દઈએ કે ”એક લડકી કો દેખા તો ઐસા” 1 ફેબ્રુઆરીના રોજ રિલીઝ થવા જઈ રહી છે. આ મુવીમાં સોનમ કપૂર સિવાય અનિલ કપૂર, જૂહી ચાવલા અને રાજકુમાર રાવ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.