મુંબઈ
કરણ જોહરની ફિલ્મ ‘સ્ટુડન્ટ ઓફ ધ યર 2’ થી બોલિવૂડમાં ડેબ્યુ કરવા જઈ રહેલ એક્ટ્રેસ તારા સુતારિયાની ફેન ફલોઇંગ ઘણી વધારે છે. ઇન્સ્ટગ્રામ પર તેમના 25 હજારથી વધુ ફોલોઅર્સ છે.
તારા સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે અને તેના ફોટા શેર કરતી રહે છે. તાજેતરમાં તેમણે બ્લેક ઓફ શોલ્ડર ગાઉન સાથે તેની ફોટો પોસ્ટ કર્યો છે. જેમાં તે ખૂબ જ સુંદર દેખાય છે.
સ્ટુડન્ટ ઓફ ધ યર 2 માં તારા સાથે ચંકી પાન્ડેની દીકરી અનન્યા પાંડે અને ટાઈગર શ્રોફ પણ નજરે પડશે.
આપને જણાવી દઈએ કે તાર સુતારિયાએ ક્લાસિકલ બેલે મોર્ડન ડાન્સ, લેટિન અમેરિકન ડાન્સ માં લંડનના રોયલ એકેડમી ડાન્સ થી ટ્રેનિંગ લીધી છે.
તાર સાત વર્ષનહી વયથી પ્રોફેશન સિંગર તરીકે કામ કરી રહી છે અને ઘણા રાષ્ટ્રીય ઇન્ટરનેશન કોન્સર્ટમાં ગીતો પણ ગાયા છે.