બોલિવૂડ એક્ટ્રેસ સની લિયોન ઈન્ડસ્ટ્રીમાં તેની સુંદરતા માટે જાણીતી છે. અથવા તો એવું કહી શકાય કે સની લિયોની કોઈ પરી કરતા ઓછી નથી. પરંતુ તાજેતરમાં જોવા મળેલી સનીની તસવીરમાં તે પરી નહીં પણ જલપરી લાગી રહી છે.
સનીનો આ લુક સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ચાહકો આ તસવીરને ખુબ જ પસંદ કરી રહ્યા છે પરંતુ તેમની સાથે એક વ્યક્તિ પણ છે જેણે સનીને જોતા જ ગાવાનું શરૂ કરી દીધું છે. તે બીજું કોઈ નહીં પણ સનીનો જુનો સાથી અને પ્રખ્યાત રેપર યો યો હની સિંહ છે.
હની સિંહે સની લિયોનને જોઈને એક ગીત ગાયું છે- ‘મછલી જલ કી રાની હૈ…’. આપને જણાવી દઈએ કે આ ગીત હની સિંહના આગલા ગીતનું નામ છે જે તે સની લિયોની સાથે લઇ કરી રહ્યો છે. ‘ચાર બોટલ વોડકા’ જેવી હિટ નંબરોની આ સુપરહિટ જોડી ફરી એકવાર તમારું મનોરંજન કરવા માટે તૈયાર છે. યો યો હની સિંહનું સુપરહિટ ગીત ‘ચાર બોટલ વોડકા’ હજી પણ દરેક પાર્ટીની જાન છે.
આ ગીતમાં હની સિંહ અને સની લિયોનીની જબરદસ્ત જોડીએ એવો ધડાકો કર્યો કે વર્ષો પછી પણ ગીતની રંગત ઓછી થઇ નથી. હવે ફરી એકવાર સિંગર અને ડાન્સરની આ જોડી તેમના ચાહકોને ડાન્સ કરવા પર મજૂર કરવા જી રહી છે. મળતી માહિતી મુજબ આ સુપરહિટ કપલની આવનારી ફિલ્મ ‘જુઠા કહીં કા’ માટે શૂટિંગ કરવામાં આવ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.