Not Set/ સુશાંત સિંહ રાજપૂતની ન્યુ ફિલ્મનો લુક આવ્યું સામે, જાણો કંઈ એક્ટ્રેસ સાથે કરશે રોમાંસ

મુંબઈ સુશાંત સિંહ રાજપૂતએ હોલિવૂડ ફિલ્મ ‘ફોલ્ટ ઇન અવર સ્ટાર્સ’ ની હિન્દી રિમેકનો ફર્સ્ટ લૂક સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. ફિલ્મમાં સુશાંત સિંહ રાજપૂત અને સાંજના સંઘી મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે સુશાંતે ટ્વીટમાં ફોટો સાથે લખ્યું, “નવી શરૂઆત.. ‘ફોક્સ સ્ટાર ઇન્ડિયા’ અને ‘કાસ્ટિંગ મુકેશ છબડા.’ ફિલ્મના ફર્સ્ટ લુકને જોઈને લાગી રહ્યું છે કે […]

Entertainment
mahi kko સુશાંત સિંહ રાજપૂતની ન્યુ ફિલ્મનો લુક આવ્યું સામે, જાણો કંઈ એક્ટ્રેસ સાથે કરશે રોમાંસ

મુંબઈ

સુશાંત સિંહ રાજપૂતએ હોલિવૂડ ફિલ્મ ‘ફોલ્ટ ઇન અવર સ્ટાર્સ’ ની હિન્દી રિમેકનો ફર્સ્ટ લૂક સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. ફિલ્મમાં સુશાંત સિંહ રાજપૂત અને સાંજના સંઘી મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે સુશાંતે ટ્વીટમાં ફોટો સાથે લખ્યું, “નવી શરૂઆત.. ‘ફોક્સ સ્ટાર ઇન્ડિયા’ અને ‘કાસ્ટિંગ મુકેશ છબડા.’

ફિલ્મના ફર્સ્ટ લુકને જોઈને લાગી રહ્યું છે કે ફિલ્મમાં આ મુખ્ય કલાકારો વચ્ચે સબંધ એટલા સારા રહ્યા હશે. મળતી મહી અનુસાર, ‘ફોક્સ સ્ટાર સ્ટુડિયો’ ની ફિલ્મનું શૂટિંગ ઝડપથી થઇ રહ્યું છે અને આઉટડોર શૂટીંગ માટે તેની મુખ્ય જોડીની મુંબઇમાં આવતા જતા રહેવું પડે છે.

દિગ્ગજ કાસ્ટિંગ ડિરેક્ટર મુકેશ છાબડા આ ફિલ્મમાં પોતાની નિદર્શન કરી રહ્યા છે. અગાઉ, ‘રોકસ્ટાર’, ‘હિન્દી મીડીયમ’ અને ‘ફુકરે‘માં નાની ભૂમિકા ભજવી ચુકી સાંજના હવે આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

સુશાંતે એક ઈન્ટરવ્યુંમાં કહ્યું હતું કે, “મારી અને મુકેશ વચ્ચે સારી સમજ છે, તેમણે મને મારી પ્રથમ ફિલ્મ આપી હતી અને મેં તેમને વચન આપ્યું હતું કે હું ચોક્કસપણે તેની ફિલ્મમાં રોલ કરીશ. આ પહેલી ફિલ્મ છે જે મેં સ્ક્રિપ્ટ વાંચ્યા વિના સ્વીકારી છે. , કારણ કે મને ખબર છે કે મુકેશ મહાન ડિરેક્ટર છે અને હવે હું સ્ક્રીપ્ટ વાંચી રહ્યો છું, હું મારા નિર્ણયથી ખુશ છું.”

તેણે વધુમાં કહ્યું કે, “હું સુંદર સ્ટોરી સાથે જોડાવા માટે ફોક્સ સ્ટુડિયોના આભારી છું.” મુકેશે સુશાંતને ફિલ્મ “કાઈ પો છે”માં લીધો હતો. જે બોલીવુડમાં સુશાંતની પ્રથમ ફિલ્મ હતી.