મુંબઈ
બીગ બોસ સીઝન 12ની તૈયારીઓ પુરજોશમાં કરવામાં આવી રહી છે. આ વખતની સિઝન ઘણા બદલાવ લઈને આવી રહ્યું છે. સલમાન ખાને તેના આ 12 માં સીઝનના પ્રોમોમાં એ વાતનો ખુલાસો પણ કરી દીધો છે.
આ શોના કંટેસ્ટેંટમાં સેલેબ્રીટીના નામની ચર્ચા કરવામાં આવી રહી છે. તાજેતરમાં એક નવું નામ સામે આવ્યું છે. આ નામ છે, બ્રિટિશ એડલ્ટ ફિલ્મ સ્ટાર ડૈની ડીનું છે. પહેલા ડૈની શોમાં એક કોમોનરના રૂપમાં આવવાના હતા. સુત્રોનું માનવામાં આવે તો, હવે તેઓ શોમાં એક સેલેબ્રીટીના રૂપમાં હશે.
સુત્રોના જણાવ્યા અનુસાર, ડૈનીએ ‘બીગ બોસ’ના કેટલાક જુના શો જોયા છે અને ત્યાર પછી આવવા માટેનો નિર્ણય કર્યો છે. ડૈની આ વાતને લઈને ખૂબ મૂંઝવણ છે સાથે સાથે તેઓ તેમના આ નિર્ણય પર ગંભીરતાથી વિચારી રહ્યા છે. તમને જણાવીએ કે, ડૈની તેમની ઇન્ડિયન કો-સ્ટાર મહિકા શર્મા સાથે જોવા મળશે.
મહિકા અને ડૈની આ સીઝનમાં સૌથી વધુ મહેનતાણું કરનારા કંટેસ્ટેંટ બનીને આવી રહ્યા છે. બંનેને દર અઠવાડીયાના શૂટ માટે બીગ બોસ દ્વારા 95 લાખ રૂપિયા આપવામાં આવી રહ્યા છે પરંતુ હવે મેનેજમેન્ટએ ડૈનીને 1.25 કરોડ રૂપિયા આપવાની માંગ કરી છે. આ વાતથી મહિકા થોડીક નિરાશ લાગી રહી છે. હવે જોવાનું એ રહેશે કે ફિસને લઈને મેકર્સનો આગામી સ્ટેપ શું હશે.
ડૈની ડીએ તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં ‘બીગ બોસ’ને લઈને તેમના વિચાર જણાવ્યા હતા. તેઓએ કહ્યું કે, હું શોમાં મને લઈને વધુ કંઈ નહિ જાણતો. મારા આ વિશે મારા મેનેજર સાથે વાત કરવી પડશે. મે તેમને આ વિશે વાત કરતા સાંભળ્યા હતા. ખબર નહીં કે તે ‘બોગ બોસ’ હતા કે ‘બીગ બ્રધર’ હતા.
ડૈનીએ વધુમાં કહ્યું કે હું ‘બીગ બોસ’ માટે ત્યારે જ હા કઈશ જયારે મહિકા શર્મા એ વાતનું મને પ્રોમિસ કરશે કે તેઓ મારું પૂરું ધ્યાન રાખશે અને મને હેરાન નહીં કરે અને સાથે સાથે મને એન્ટટેન પણ કરશે.