બોલીવુડની અભિનેત્રી શ્રીદેવીના મૃત્યુ બાદ ઘણા એવોર્ડ શોમાં તેમને નમ આંખોથી યાદ કરવામાં આવ્યા છે. 24 મી ફેબ્રુઆરીના રોજ બાથટબમાં ડૂબી જવાથી શ્રીદેવીનું અવસાન થયું હતું.
આપને જણાવી દઈએ કે ફ્રાન્સમાં કાન્સ ખાતે યોજવામાં આવેલા 71 મા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં શ્રીદેવીને ખાસ સન્માન આપવામાં આવ્યું હતું. તેમને Titan Reginald F. Lewis ફિલ્મ આઇકોન એવોર્ડથી એનાયત કરવામાં આવ્યા હતા. આ પુરસ્કાર શ્રીદેવીના તરફથી એવોર્ડ ફિલ્મમેકર સુભાષ ઘઈ લીધો હતો.
ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમ શ્રીદેવીના પતિ બોની કપૂર, દીકરી જ્હાનવી કપૂર અને ખુશી કપૂર આવે તેવી અપેક્ષા હતી, પરંતુ કોઈક કારણોસર તેઓ આ કાર્યક્રમ સામેલ થઇ શક્યા ન હતા. તેથી ફિલ્મ નિર્માતા સુભાષ ઘઈ અને નિર્માતા નમ્રતા ગોયલે આ એવોર્ડ સ્વીકાર્યો હતો. આ એવોર્ડ બોલીવુડમાં મહિલાઓને સન્માનિત કરવા માટે આપવામાં આવે છે. આ એવોર્ડ શ્રીદેવીને ભારતીય સિનેમામાં ખાસ યોગદાન આપવા માટે આપવામાં આવ્યો હતો.
https://twitter.com/SubhashGhai1/status/997182539109367808