મુંબઈ
ફિલ્મ ‘પટાખા’ના ધમાકેદાર પોસ્ટર અને ટ્રેલર રિલીઝ કર્યા બાદ તેનું પહેલું સોંગ ‘બલમા’ રિલીઝ કરવામાં આવ્યું છે. આ ગીતમાં ફિલ્મની એક્ટ્રેસ સાન્યા મલ્હોત્રા અને રાધિકા મદાન ડાન્સ કરતા જોવા મળી રહી છે. મુવી ‘પટાખા’ની સ્ટોરી બે બહેનોની છે જે હંમેશ એકબીજા સાથે ઝગડતી જ હોય છે. જણાવીએ કે, આ ફિલ્મમાં સુનીલ ગ્રોવર પણ નજરે પડી રહ્યા છે.
જુઓ વીડીયો..
ગીત બલમાની લાઈનો વિશે વાત કરીએ તો, આ સોંગ બંને બહેનોના પતિના વિશે છે. આ ગીતને રેખા ભારદ્વાજ અને સુનિધિ ચૌહાણે પોતાનો અવાજ આપ્યો છે અને આ સોંગને ગુલજારે લખ્યું છે. આ સોંગમાં બંને બહેનો એકબીજાના પતિને કોસતા જોવા મળી રહી છે. સોંગને કમ્પોઝ દિગ્ગજ કમ્પોઝર વિશાલ ભારદ્વાજએ કર્યું છે.
આપને જણાવી દઈએ કે, વિશાલ ભારદ્વાજ પોતાની ફિલ્મ ‘પટાખા’ને પહેલા ‘છુરિયાં’ નામથી રિલીઝ કરવા હતા. પરંતુ ત્યારબાદ ફિલ્મનું નામ બદલમાં આવ્યું. આ મુવીમાં સુનીલ ગ્રોવરના સિવાય સાન્યા મલ્હોત્રા, રાધિકા મદાન અની વિજય રાજ લીડ રોલમાં છે. આ ફિલ્મને 28 સપ્ટેમ્બરના રોજ રિલીઝ કરવામાં આવશે.