મુંબઇ
સુપરસ્ટાર સલમાન ખાને ઘણા લોકો ખુબજ પસંદ કરે છે અને સલમાનના લાખો ફ્રેન્સ છે.સલમાનની એક ચાહક તેને મળવા સલમાને મળવા છેક ભોપાલથી ભાગીને મુંબઈ આવી ગઈ.
16 વર્ષની ટીનએજ છોકરી અને સલમાન પાછળ પાગલ તેના ઘરેથી ભાગીને આવી હતી અને ત્યારબાદ તે સલમાનના ફ્લેટ ગેલેક્સી સુધી પહોંચી હતી એટલું જ નહિ આ છોકરી છ ફૂટની દિવાલ પણ કુદી ગઈ હતી.જોકે આ છોકરી પર સિક્યુરિટીની નજર પડતા તેને બાંદ્રા પોલીસ સ્ટેશનમાં લઇ જવામાં આવી હતી.
આ મામલે એએએસપી સમીર યાદવે જણાવ્યું હતું કે, આ છોકરી ભોપાલના બૈરસીયાની રહેવાસી છે અને તે સલમાનને મળવા માટે ઘરેથી ભાગીને આવી છે.જોકે હાલ તેને બાળગૃહમાં રાખવામાં આવી છે અને તેના માતા-પિતાને જાણ કરવામાં આવતા તેના માતા – પિતા મુંબઈ આવવા માટે નીકળી ચૂકયા છે.
સલમાનને મળવા ભોપાલથી ભાગેલી આ છોકરી છેલ્લે ખંડવાના ખરૈરાના રેલ્વે સ્ટેશને જોવા મળી હતી જેથી પોલીસને જાણ થઇ હતી કે તે મુંબઈ જવા ટ્રેનમાં ગઈ છે.