Not Set/ હોલીવુડ હોરર ફિલ્મ ધ નને અધધ 943 કરોડની કમાણી કરી

મુંબઇ, હોલીવુડની  હોરર ફિલ્મ ‘ધ નન’ એ દુનિયાભરમાં જોરદાર કમાણી  કરી રહી છે. આ ફિલ્મ ધ કજ્યુંરીંગ ફ્રેન્ચાઇઝીની સિક્વલ ફિલ્મ છે. ધ નન એ વીક એન્ડમાં જ તેના મેકિંગ કરતાં 6 ગણી વધુ કમાણી કરી છે. જાણીતા આર્થિક મેગેઝીન ફોર્બ્સના રીપોર્ટ પ્રમાણે 158.4 કરોડના બજેટમાં આ ફિલ્મ બની છે. જ્યારે ફિલ્મે પહેલા વીક એન્ડમાં 943.2 કરોડની કમાણી […]

Trending Entertainment
6yn હોલીવુડ હોરર ફિલ્મ ધ નને અધધ 943 કરોડની કમાણી કરી

મુંબઇ,

હોલીવુડની  હોરર ફિલ્મ ‘ધ નન’ એ દુનિયાભરમાં જોરદાર કમાણી  કરી રહી છે. આ ફિલ્મ ધ કજ્યુંરીંગ ફ્રેન્ચાઇઝીની સિક્વલ ફિલ્મ છે. ધ નન એ વીક એન્ડમાં જ તેના મેકિંગ કરતાં 6 ગણી વધુ કમાણી કરી છે.

જાણીતા આર્થિક મેગેઝીન ફોર્બ્સના રીપોર્ટ પ્રમાણે 158.4 કરોડના બજેટમાં આ ફિલ્મ બની છે. જ્યારે ફિલ્મે પહેલા વીક એન્ડમાં 943.2 કરોડની કમાણી કરી છે. આ ફિલ્મે ભારતના બજારોમાં પણ ધૂમ કમાણી કરી છે.

ભારતમાં આ ફિલ્મે રીલીઝ થયાના પહેલા જ દિવસે 8 કરોડ રૂપિયાની કમાણી કરી છે.ધ નન ભારતમાં ક્ન્ય્યુરીંગ સીરીઝની સૌથી મોટી અને સારી ઓપનર ફિલ્મ સાબિત થઇ હતી.

ટ્રેડ એનાલીસ્ટ તરણ આદર્શના જણાવ્યા પ્રમાણે ભારતમાં ધ નન ફિલ્મે ઓપનીંગ વીકેંડમાં કુલ 28.50 કરોડની નેટ કમાણી કરી છે. જો કે રવિવારે ધાર્યા જેટલું કલેક્શન આ ફિલ્મ દ્વારા થઇ શક્યું નહોતુ.

આ ફિલ્મે શુક્રવારે 8 કરોડ, શનિવારે 10.20 કરોડ અને રવિવારે 10 કરોડની કમાણી કરી છે. ભારતમાં કુલ 160 3 સ્ક્રીનમાં આ ફિલ્મને રીલીઝ કરવામાં આવી છે. માત્ર ચાર દિવસમાં આ ફિલ્મે 30 કરોડથી વધારે કમાણી કરી લીધી છે. આ ફિલ્મ ઘણી હોરર છે. તેમાં શેતાન અને ચર્ચ વચ્ચેની લડાઈને દર્શાવી છે.