Not Set/ ‘ઠગ્સ ઓફ હિન્દુસ્તાન’નું ટ્રેલર આ દિવસે થશે રિલીઝ, જાણો રિલીઝ ડેટ વિશે…

મુંબઈ આ દિવાળી પર મહાનાયક અમિતાભ બચ્ચન અને આમીર ખાનની ફિલ્મ ‘ઠગ્સ ઓફ હિન્દુસ્તાન’ રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મને ઈતિહાસની સૌથી મોંધી ફિલ્મ કહેવામાં આવી રહી છે. જણાવીએ કે ફિલ્મ રિલીઝમાં માટે 2 મહિના કરતા પણ ઓછો સમય બાકી છે અને ફિલ્મનું ટ્રેલર તો શું ઓફિશિયલ પોસ્ટર પણ હજુ સુધી રિલીઝ કરવામાં નથી […]

Trending Entertainment
9o 'ઠગ્સ ઓફ હિન્દુસ્તાન'નું ટ્રેલર આ દિવસે થશે રિલીઝ, જાણો રિલીઝ ડેટ વિશે...

મુંબઈ

આ દિવાળી પર મહાનાયક અમિતાભ બચ્ચન અને આમીર ખાનની ફિલ્મ ‘ઠગ્સ ઓફ હિન્દુસ્તાન’ રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મને ઈતિહાસની સૌથી મોંધી ફિલ્મ કહેવામાં આવી રહી છે. જણાવીએ કે ફિલ્મ રિલીઝમાં માટે 2 મહિના કરતા પણ ઓછો સમય બાકી છે અને ફિલ્મનું ટ્રેલર તો શું ઓફિશિયલ પોસ્ટર પણ હજુ સુધી રિલીઝ કરવામાં નથી આવ્યું.

Image result for thugs of hindustan aamir khan amitabh bachchan

ફિલ્મ સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા પ્રમાણે  નિર્માતા આદિત્ય ચોપરા આ ફિલ્મ વિશે વધુ કઈ કહેવા માંગતા નથી. તેઓ આ મૂવી વિશે ઓછામાં ઓછી વસ્તુઓ કહેવા માંગે છે જેથી દર્શકો સિનેમામાં આવે અને ફિલ્મ જોઈને ભવ્યતા અનુભવ કરે.

Related image

વેલ, આ ફિલ્મ આમિર ખાન છે. દિવાળીનો સમય છે. તેથી ભવ્ય ઓપનિંગ તો પાક્કી છે. એટલા માટે  આદિત્યએ ફિલ્મનો પ્રચાર શરૂ કર્યો નથી. સૂત્રોના જણાવ્યા મુજબ, કેટલાક લોકોએ આ ફિલ્મનું ટ્રેલર જોયું છે અને તેની પ્રશંસા કરી છે ખાસ કરીને, એક્શન સીન પર પ્રશંસા કરવામાં આવે છે.

Related image

ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવાની તારીખ નક્કી કરવામાં આવી છે. મુવી ટ્રેલર 27 સપ્ટેમ્બરના રોજ રીલીઝ કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા મુજબ, યશ ચોપરાની બર્થ-ડે 27 મી સપ્ટેમ્બરે અને આ ખાસ દિવસ પર યશ રાજ ફિલ્મ્સ તેની સૌથી મોંધી ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરશે.

Image result for thugs of hindustan

ઉપરાંત 28 સપ્ટેમ્બરના રોજ યશ રાજ ફિલ્મ્સના ‘સુઈ ધાગા’ પણ રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મમાં વરુણ ધવન અને અનુષ્કા શર્મા મુખ્ય ભૂમિકામાં છે. તેથી, આ ફિલ્મ સાથે, ‘ઠગ્સ ઓફ હિદુસ્તાન’ ના ટ્રેલરને ઉમેરવામાં આવશે.

Image result for thugs of hindustan

‘ઠગ્સ ઓફ હિદુસ્તાન’ હિન્દી, તમિલ, તેલુગુ ભાષામાં પ્રકાશિત કરવામાં આવશે. આ ફિલ્મ 3-ડી અને આઇમેક્સ ફોર્મેટમાં પણ રિલીઝ કરવામાં આવશે. વિજય કૃષ્ણ આચાર્ય દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન,આમિર ખાન અને કેટરિના કૈફ મુખ્ય ભૂમિકામાં છે.