મુંબઈ
ટીવી શો ‘યે હૈ મોહબ્બતે‘ માં અભિનય કરનાર અભિનેત્રી મિહિકા વર્માએ ઇન્સ્ટા એકાઉન્ટ પર ગુડ ન્યુઝ શેર કર્યા છે ખરેખર, તેઓ ગર્ભવતી છે તેઓએ આ ન્યુઝ ખાસ અંદાજમાં ફેન્સ સાથે શેર કર્યા છે.
આપને જણાવી દઈએ કે તેઓએ પોતાના પતિ આનંદ કાપિયા સાથે સુંદર ફોટા શેર કર્યો છે. જેમાં તેમનું બેબી બમ્પ જોવા મળી રહ્યું છે. તેમણે કૅપ્શન્સમાં લખ્યું હતું – Knock knock…
મિહિકાની આ પ્રેગનેન્સી શૂટની તસ્વીર તેમના ફેન્સને ખુબજ પસંદ આવી છે. જેવી આ વાત મિહિકાએ તેને ફ્રેન્સ સાથે શેર કરી છે ત્યારથી તેમના ટાઈમલાઈનમાં અભિનંદનનાં સંદેશાઓ આવવાવા લાગ્યા છે.
આપને જણાવી દઈએ કે લગ્ન પહેલાં મિહિકાએ ટીવી શો ‘યે હૈ મોહબ્બતે’ છોડી દીધો હતો. શોમાં તેણે દિવ્યાંકા ત્રિપાઠી નાની બહેનની ભૂમિકા ભજવી હતી. તેમણે 2016 માં એનઆરઆઈ બિજનેસમેન આનંદ કાપિયા સાથે લગ્ન કર્યા હતા. હવે બે વર્ષ બાદ તેઓ તેમના પ્રથમ બાળકને જન્મ આપવાના છે.