મુંબઈ
એક્ટ્રેસ માધુરી સંજીવ હાલ સ્ટાર પ્લસના શો ‘ક્રિષ્ના ચલી લંડન’માં જોવા મળી રહી છે. આ સિરિયલમાં તેમની ભૂમિકા મુખ્ય અભિનેતા રાધેની માતાની છે. માધુરીએ એક ઈન્ટરવ્યુંમાં જણાવ્યું હતું કે શરૂઆતના કરિયરમાં માધુરી દીક્ષિતને કારણે તેને તેની સરનેમ બદલવી પડી હતી. કારણ કે લોકો તેને બોલીવુડ અભિનેત્રી તરીકે ગણતા હતા. માધુરી સંજીવ કહે છે કે તેનું વાસ્તવિક નામ માધુરી દીક્ષિત જ છે.
સંજીવએ જણાવ્યું કે, લોકો મારા નામ વિશે મૂંઝવણમાં આવી જતા હતા અને હું જાણું છું કે મારું સાચું નામ માધુરી દીક્ષિત છે, તે આશ્ચર્ય છે. ઘણા કિસ્સાઓ છે જ્યારે લોકો વિચારે છે કે હું મજાક કરું છું અને તેઓ મારી વાતને ગંભીરતાથી લેતા નથી.
તેણે વધુમાં જણાવ્યું હતું કે, એક કલાકાર તરીકે હું માધુરી દીક્ષિતનું આદર કરું છું, પરંતુ લોકોને નામ વિશે કોઈ ભ્રમ ન થાય તે માટે મેં મારું નામ બદલ્યું અને હવે મારું નામ માધુરી સંજીવ છે.