મુંબઈ
આશરે 2 વર્ષ પહેલા ટીવી શો ‘કુબુલ હૈ’ જેટલો ફેમસ થયો હતો, તેટલુ જ ફેમસ શોનુ પાત્ર બિલ્લો રાની પણ. કુબુલ હૈમાં બિલ્લોનુ પાત્ર ભજવનાર આમ્રપાલી ગુપ્તાને એટલી પ્રસિદ્ધિ મળી કે શો બાદ તેને માત્ર નેગેટીવ પાત્રો જ ઓફર થવા લાગ્યા.
2003માં ખુશિયાં શોમાં ચુલબુલી ખુશીનુ પાત્ર ભજવી ટીવી પડદે ડેબ્યુ કરનાર આમ્રપાલી, બિલ્લોની ઈમેજને તોડવા માંગતી હતી. તેમજ તેની આ ઈચ્છા ટીવી શો તુજસે હૈ રાબ્તાએ પૂરી કરી. આ શોમાં તે એક પુત્રીની માતાની ભૂમિકા ભજવી રહી છે.
આમ્રપાલી ગુપ્તાએ હાલમાં જ પોતાના એક નિવેદનમાં જણાવ્યુ કે, થોડા સમય પહેલા એવા અહેવાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા કે નાગિન સીરીયલ માટે મને ઓફર થઈ છે. જોકે, આવી મને કોઈ ઓફર થઈ નહતી. પણ જો એક્તા મેડમ મને નાગિન માટે ઓફર કરશે તો હું આગામી સમયમાં નાગિનનો ભાગ જરુર બનવા માંગીશ.