મુંબઇ
જબ વી મેટ જેવી હીટ ફિલ્મ આપનાર ડાયરેક્ટર ઇમ્તિયાઝ અલી રાધા કૃષ્ણની પ્રેમ કથા પર આધારિત ફિલ્મ માટે સ્ક્રિપ્ટ લખશે અને નિર્દિશન કરશે. રાધા-કૃષ્ણ પર બનનારી આ મુવીને વિંડો સીટ ફિલ્મ્સ એલએલપી અને અનિલ અંબાણીની રિલાયન્સ એન્ટરટેઇનમેન્ટ દ્વારા નિર્માણ કરવામાં આવશે. હાલ આ ફિલ્મને લઈને રીસર્ચ કામ ચાલુ છે.
ઈમ્તિયાઝે કહ્યું હતું કે, “ રાધા અને કૃષ્ણની પ્રેમ કથાનું મને હંમેશા આકર્ષણ રહ્યું છે.તમામ ભારતીય લોકકથાઓમાં આ બંનેની પ્રેમકથા એટલી પર્સનલ છે જેના પર મહાકાવ્ય બની શકે તે સ્કેલ પર છે.મને આ કથા બહુ અપીલીંગ લાગે છે.
રિલાયન્સ એન્ટરટેઇન્મેન્ટની શિબાસશ સરકારે જણાવ્યું હતું કે રાધા કૃષ્ણની વાર્તા હંમેશાં સૌથી વધુ રસપ્રદ વાર્તાઓમાંની એક છે અને ઇમ્તિયાઝ આ શૈલીમાં ભારતના સૌથી સફળ ફિલ્મ નિર્માતાઓમાંના એક છે.
આપને જણાવી દઈએ કે, ઇમ્તિયાઝ અલી હાલ ફિલ્મ લૈલા-મજનુની રિલીઝની તૈયારીમાં લાગેલા છે. ફિલ્મનું સંપૂર્ણ શુટિંગ કાશ્મીરની વાદિયોમાં કરવામાં આવ્યું છે. ફિલ્મનું નિર્દેશન સાજીદ અલી દ્રારા કરવામાં આવ્યું છે. ઇમ્તિયાઝ અલીની આ ફિલ્મને એકતા કપૂરના પ્રોડ્યુસ કરી છે.