મુંબઈ
મેગાસ્ટાર અમિતાભ બચ્ચન અની મિસ્ટર પરફેક્શનિસ્ટ આમીર ખાનની સ્ટારર ફિલ્મ ‘ઠગ્સ ઓફ હિન્દુસ્તાન’ આ દિવાળી પર રિલીઝ થવાની તૈયારીમાં છે. યશરાજ બેનરની આ ફિલ્મ એક્ટ્રેસ ફાતિમા સના શેખ ‘ઝફિરા’ની ભૂમિકા ભજવશે. જણાવીએ કે ઝફિરા એક ઉર્દુ શબ્દ છે. જેનો અર્થ વિજયી થાય છે. મેકર્સએ આ ફિલ્મ માંથી ફાતિમા સના શેખનો પ્રથમ લૂક રિલીઝ કર્યો છે. એક યોદ્ધાના કિરદારમાં જોવા મળી રહેલ ફાતિમા વિડીયોમાં તીરંદાજી કરતા જોવા મળી રહી છે. આમીર ખાને ફાતિમાનો લૂક રિલીઝ કરતા ઇન્સ્ટાગ્રામ પર લખ્યું કે તેના નિશાનથી બચીને રહો…
ફાતિમાના પહેલા મહાનાયક અમિતાભ બચ્ચનનો લૂક રિલીઝ કરવામાં આવ્યો છે. આ ફિલ્મમાં અમિતાભ ‘ખુદાબક્શ’ના કિરદાર ભજવી રહ્યા છે. ફર્સ્ટ લૂકમાં બીગ બી સમુદ્રના વચ્ચે જહાજમાં ઊભા છે. તેમનો ઈક પગ ટોપ પર રાખેલો છે અને એક હાથમાં તલવાર થામેલી છે.
આમીર ખાન અને અમિતાભ બચ્ચનની જોડી પહેલીવાર ‘ઠગ્સ ઓફ હિન્દુસ્તાન’માં જોવા મળશે. આ ફિલ્મમાં કેટરીના કૈફ અને ફાતિમા સના શેખ પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. નિર્માતાએ ફિલ્મની રિલીઝ ડેટની જાહેરાત કરતાની સાથે તેનો લોગો પણ રિલીઝ કર્યો છે.
વિજય કૃષ્ણ આચાર્યના નિર્દેશનના બની રહેલ ફિલ્મ ‘ઠગ્સ ઓફ હિન્દુસ્તાન’નું મોટાભાગનું શુટિંગ માલ્ટા અને રાજસ્થાનના સુંદર લોકેશનો પર કરવામાં આવ્યું છે. આ ફિલ્મની સ્ટોરી 1839ના એક નવલકથા ‘કંફેશંસ ઓફ એ ઠગ’ પર આધારિત છે. ફિલ્મ ‘ઠગ્સ ઓફ હિન્દુસ્તાન’ને ડિજીટલ રૂપમાં આઈમેક્સમાં બનાવવામાં આવી છે. આ એક ફોર્મેટમાં 5 ભારતીય ફિલ્મ છે. આ પહેલા ‘ધૂમ-3′, બૈંગ બૈંગ’, ‘બાહુબલી-2’, ‘પદ્માવત’ને આઈમેક્સ ફોર્મેટનું રૂપ આપવામાં આવ્યું છે.