મુંબઈ
બોલિવૂડ અભિનેતા ટાઇગર શ્રોફ કંઇક અલગ કરવાનો પ્રયાસ કરતા જ રહે છે. તેઓ હંમેશાં કંઈક એવું કરવા માટે તૈયાર હોય છે જે સામાન્ય રીતે અન્ય કોઈ કરતા નથી. તેઓ પોતાની આ જ આદતના કારણે હવે તેઓ ‘રેડી ટુ મુવ’ નામના એક મ્યુઝિક વીડીયોમાં જોવા મળશે. આ મ્યુઝિક વીડીયોને ભૂષણ કુમાર ટી-સિરીઝ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી રહ્યો છે.
‘રેડી ટુ મુવ’ મ્યુઝિક વીડીયોના વિશે ટાઈગરે પોતે આ માહિતી આપી છે. અભિનેતા ટાઇગરે પોસ્ટર શેર કરતા કેપ્શનમાં જણાવ્યું હતું કે, 24 ઓગસ્ટે રિલીઝ કરવામાં આવશે.તારીખ સેવ કરી લો. આ સાથે તેઓએ આના મ્યુઝિક, સિંગર,લિરિક્સ, ડાયરેક્ટર અને ફોટોગ્રાફર વગેરે વિશે માહિતી આપી છે.
આપને જણાવી દઈએ કે, એક્ટર જેકી શ્રોફનો પુત્ર ટાઇગર શ્રોફને બોલીવુડમાં એક્શન હિરો તરીકે ઓળખવામાં આવે છે. આ વર્ષે તેમની ફિલ્મ ‘બાગી 2’ રિલિઝ કરવામાં આવી હતી. તેમની આગામી ફિલ્મ ‘સ્ટુડન્ટ ઓફ ધ યર 2‘ છે, જે 2019 માં રિલીઝ કરવામાં આવશે. ફિલ્મ હાલમાં શુટિંગ ચાલી રહ્યું છે. તેઓએ પહેલાં કેટલાક મ્યુઝિક વીડીયો કર્યા છે. હવે ટાઇગરની આગામી મ્યુઝિક વીડીયો ‘રેડી ટુ મૂવ’ રાહ જોવાઈ રહી છે.