મુંબઇ,
તાજેતરમાં ફિલ્મફેર ગ્લેમર એન્ડ સ્ટાઇલ એવોર્ડ 2019 નું આયોજન થયું જેમાં તમામ સેલિબ્રિટીઝ હાજર હતા, પરંતુ બાજી મારી ગઈ ઉર્વશી રૌતેલા.
એવોર્ડ્સ ના નામ અનુસાર ઉર્વશી એકદમ ગ્લેમરસ અને સ્ટાઈલસ્ટ દેખાઈ રહી હતી.
તે સુંદર અને એટલી હોટ લાગી રહી હતી કે તેના પરથી નજર હટાવી મુશ્કેલ થઇ રહ્યું હતું.
ઉર્વશી આ સમયે બોલિવૂડમાં તેનું સ્થાન બનાવવા માટે સંઘર્ષ કરી રહી છે. તેને એક હીટ ફિલ્મની તલાશ છે.
હાલ તો તે ‘પાગલપંતી’ નામની ફિલ્મ કરી રહી છે જેમાં તેની સાથે જ્હોન અબ્રાહમ, અનિલ કપૂર, ઇલિયાના ડીક્રુજ અને પુલકિત સમ્રાટ જેવા કલાકારો છે.