મુંબઈ
બોલિવૂડ સ્ટાર વરૂણ ધવન ઘણા સમયથી તેમની બાળપણના મિત્ર નતાશાને ડેટ કરી રહ્યા છે. એવું કહેવાય આવી રહ્યું છે કે છેલ્લા 10 વર્ષથી બંને સાથે છે. અત્યાર સુધી, વરુણે તેના રિલેશનશિપ અંગે ક્યારેય ખુલ્લીને વાત કરી નથી. પરંતુ હવે એવું લાગે છે કે વરુણ આ રીલેશનને આગળ વધારવા માટે તૈયાર છે.
તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં વરૂણે જણાવ્યું હતું કે, અત્યાર સુધી કેમ તેમને તેમના રિલેશનશિપ વિશે ખુલ્લીને વાત કરી નથી.
તેમણે જણાવ્યું કે, એક એવા વ્યક્તિના સાથે છું. જે મારા સાથે એટલા માટે નથી કે હું એક એક્ટર છું અને આવા વ્યક્તિ સાથે રહેવું ખુબ જ સારો અહેસાસ છે. અમે એકબીજાને વર્ષોથી જાણીએ છીએ, તેના સાથે રહેવું એકદમ ઘર જેવું લાગે છે. મારો પહેલો પ્રેમ મારી ફિલ્મો અને મારી લાઈફ સાથે જોડાયેલા દરેક વ્યક્તિ આ વિશે જાણે છે. ફિલ્મો પછી છે નતાશા, મારો પરિવાર અને મારા દોસ્તો.
લગ્નના સવાલ પર પણ વરૂણ ઘણા આત્મવિશ્વાસમાં જોવા મળ્યા. તેઓએ કહ્યું કે તેઓ લગ્ન માટે તૈયાર છે. તેઓ જરૂર લગ્ન કરશે પરંતુ ક્યારે તે હાલતો નક્કી કરવાનું બાકી છે.
વરૂણપહેલા ક્યારે પણ નતાશા અને તેમના રીલેશન વિશે કેમ વાત કરી નથી? આ સવાલના જવાબમાં વરૂણે કહ્યું કે, નતાશા આ વાતને લઈને સહજ ન હતી.
એટલું જ નહીં વરૂણનું એ પણ કહેવું છે કે, તેઓએ બદલાપુર અને ઓક્ટોબર જેવી ફિલ્મો પણ એટલા માટે કરી કેમ કે નતાશાને આ રીત ફિલ્મો ખુબ જ પસંદ છે.