મુંબઈ,
બોલિવૂડ એક્ટર વરુણ ધવન, કરણ જોહર અને શશાંક ખેતાન એક સત્થે કામ કરવા જઈ રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે શશાંક ખેતાનના ડાયરેક્શનમાં બનવા જઈ રહી આ ફિલ્મનું નામ ‘રણભૂમિ’ હશે. માનવામાં આવી રહ્યું છે કે એક્શનતથી ભરપુર આ મુવી 2020નની દિવાળી પર રિલીઝ કરવામાં આવશે.
પહેલા કેટલાક રિપોર્ટ્સ એવા મળ્યા હતા કે આ ફિલ્મ કરણ જોહરની ફિલ્મ ‘શુદ્ધિ’માં જ બદલાવ કરીને બનાવવામાં આવશે. જણાવીએ કે કરણ જોહરની આ ફિલ્મ ક્યારે શરુ જ ન થી શકી. પરંતુ હવે એવા રિપોર્ટ્સ મળી રહ્યા છે કે આ ફિલ્મ ટોમ ક્રુઝ પ્રખ્યાત હોલિવૂડ સીરીઝ ‘મિશન ઈમ્પોસિબલ’ પર આધારિત હશે.
આપને જણાવી દઈએ કે આ ફિલ્મ પહેલા વરુણ ધવન ‘જુડવા-2’ અને બીજી અન્ય મુવીમાં પોતાના એક્શન સીન્સ ઘણા પ્રભાવિત કરી ચુક્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે ‘રણભૂમિ’માં જબરદસ્ત એક્શન સીન્સને ભારત અને વિદેશના લોકેશન્સ પર શૂટ કરવામાં આવશે. સાથે સાથે એવા પણ અહેવાલ મળી રહ્યા છે કે આ ફિલ્મમાં વરુણની અપોજિટ જહાનવી કપૂર જોવા મળશે. ફિલ્મનું શુટિંગ 2019માં શરુ કરવાની ઉમ્મીદ છે.